બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Even Before The Next Wave Of Corona 80 Percent Beds In Hospitals Are Full

વધી ચિંતા / કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજધાનીની હોસ્પિટલના 80 ટકા બેડ થયા ફૂલ, સરકારી હોસ્પિટલમાં વેટિંગનો માહોલ

Bhushita

Last Updated: 08:15 AM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કારણે દિલ્હીની હોસ્પિટલના બેડ 80 ટકા ભરાઈ ચૂક્યા છે. કોરોના સંક્રમિત, પોસ્ટ કોવિડ અને નોન કોવિડ દર્દીઓ દાખલ થવાની સાથે સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓનું વેટિંગ જોવા મળી રહ્યું છે.

  • દિલ્હીની હોસ્પિટલમાં 80 ટકા બેડ ભરાયા
  • સરકારી હોસ્પિટલમાં દર્દીઓનું વેઈટિંગ
  • મોટા ભાગના દર્દી અન્ય રાજ્યના

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર પહેલા પોસ્ટ કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અહીં કેસ વધવાના કારણે સરકારી હોસ્પિટલમાં વેટિંગની સ્થિતિ જોવા મળી રહી છે તો અન્ય હોસ્પિટલના 80 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. 

કઈ હોસ્પિટલમાં કેવી છે સ્થિતિ
મેક્સ, અપોલો, ફોર્ટિસ સહિત મોટા હોસ્પિટલમાં ICU બેડ ફૂલ થયા છે તો સાથે 200 હોસ્પિટલના 20 હજાર બેડમાંથી 16,636 બેડ કોવિડ માટે આરક્ષિત રખાયા છે. દિલ્હી સરકારના કહેવા મુજબ 16,325 બેડ હાલમાં ખાલી છે. તો અન્ય તરફ હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલના આંકડા મુજબ 80 ટકા બેડ ફૂલ છે. દિલ્હી સરકારના કહેવા અનુસાર રોજના 50-60 નવા કેસ સામે આવી રહ્યા છે. હોસ્પિટલોના જણાવ્યા અનુસાર અનેક હોસ્પિટલમાં 90-95 ટકા સુધીના બેડ ભરાઈ ચૂક્યા છે. 
 
 મોટાભાગના દર્દીઓની સ્થિતિ ગંભીર
એઈમ્સથી મળી રહેલી જાણકારી અનુસાર દર્દીની સંખ્યા સુપર સ્પેશ્યાલિટી વિભાગમાં વધારે છે હાર્ટ, કિડની, ફેફસા, લિવર અને કેન્સરના દર્દીની સંખ્યા વધારે છે. એમ્સમાં તપાસને લઈને વેટિંગ જોવા મળી રહ્યું છે. ગ્લૂકોમાના દર્દીને પણ 1-2 મહિનાનું વેટિંગ મળી રહ્યું છે.  

હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી સારવાર પર અસર

મેક્સ, અપોલો, ફોર્ટિસ સહિત મોટા હોસ્પિટલમાં ICU બેડ ફૂલ થતા જોવા મળી રહ્યા છે. જેના કારણે પોસ્ટ કોવિડના કેસ વધી રહ્યા છે. જે દર્દીને ગંભીર સ્થિતિમાં એડમિટ કરવામાં આવી રહયા છે તેમને પણ સમયસર સારવાર મળી રહી નથી. ન તો દવાઓ મળી રહી છે જેના કારણે તેમની તબિયત વધુ ખરાબ થઈ રહી છે. મહામારીની અસર હોસ્પિટલમાં દેખા દઈ રહી છે.  


 
ત્રીજી લહેર લાવશે મુશ્કેલી
ડોક્ટર્સનું કહેવં છે કેત્રીજી લહેર આવશે તો મુસીબત વધશે. હાલમાં જ બેડની અઠત છે તો તે સમય માટે વધારે વ્યવસ્થાની જરૂર રહેશે.  આ માટે નવી રણનીતિ પર કામ કરવાની જરૂર છે. 

એમ્સ સહિત આ હોસ્પિટલોમાં વધ્યો મૃત્યુદર
એમ્સ સહિત દિલ્હીની અનેક મોટી સરકારી હોસ્પિટલમાં મૃત્યુદર વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે એમ્સમાં 2018 અને 2019માં ક્રમશઃ 37 અને 34 મોત થયા હતા. 2020માં રોજા 20કે 21 મોત થયા છે.  


અહીં બનશે સાડા ચારસો બેડની હોસ્પિટલ
કિરાડીમાં કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારમાં હોસ્પિટલ બનાવાશે. અહીં સાડા 400 બેડની વ્યવસ્થા કરાશે. આ હોસ્પિટલ 3 એકરમાં બનાવાશે.  અહીં ગ્રામીણોને નબીં પણ અન્ય વિસ્તારના લોકોને પણ સુવિધા મળશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ