બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Epidemic after festivals in Ahmedabad 973 cases of dengue

ચેતજો / અમદાવાદમાં તહેવારો બાદ વકર્યો રોગચાળો, ચાલુ માસમાં ડેન્ગ્યુના 973 કેસ, દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

Kishor

Last Updated: 08:49 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદોની સાથે પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.જે ને લઈને ખાનગી અને સિવિલ હોસ્પિટલ દર્દીઓનો ઘસારો વધ્યો છે.

  • અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો
  • ચાલુ મહિનામાં મલેરિયાના 307 કેસ નોંધાયા
  • ડેગ્યુના 973, ચિકનગુનિયાના 436 કેસ નોંધાયા

જન્માષ્ટમી સહીતના તહેવારોની સીઝન બાદ અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં મોટાપાયે ઉછાળો આવતા હોસ્પિટલો દર્દીઑથી ઉભરાઇ રહી છે. બીજી તરફ ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો નોંધાયો છે. આથી રોગચાળાના આ ખતરાને  ખાળવા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. 

 ડેન્ગ્યુના 973 કેસથી આરોગ્ય તંત્રમાં હડકંપ
અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયેલ કેસની વાત કરવામાં  આવે તો ચાલુ મહિનામાં મલેરિયાના 307 કેસ નોંધાયા છે. જયારે ડેગ્યુના અધધ કહી શકાય તેટલા 973 અને ચિકનગુનિયાના 436 કેસ સામે આવ્યા છે. તે જ રીતે ઝાડા-ઉલ્ટીના ચાલુ માસમાં 394 કેસ સામે આવ્યા છે. તે જ રીતે કમળાના 211, ટાઈફોડના 328 કેસ  અને સ્વાઈન ફલૂએ પણ કહેર વાર્તાવ્યો હોય તેમ 68 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે. 

આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો
રોગચાળાના કેસને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં દર્દીઑની લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા છે. વાઈરલ ફિવર ઉપરાંત શરદી, ખાંસી સહિતના અન્ય રોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં આરોગ્ય તંત્ર પણ ઉંધા માથે થઇ કાર્યવાહી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ સફાળો જાગ્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા ફોગીંગ સહીતની કાર્યવાહી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ