બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / EPFO never asks its members to share their personal details over phone, e-mail or on social media

ખૂબ કામની માહિતી / PF ખાતું ધરાવતા લોકો માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકારે બહાર પાડી ચેતવણી, તાબડતોબ જાણી લેજો

Hiralal

Last Updated: 04:32 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન જમાનામાં નાણાકીય ઠગાઈ સામાન્ય વાત છે, પીએફ એકાઉન્ટમાં પણ આ જ વાત લાગું પડે છે તેથી સરકારે પીએફ ખાતાધારકો માટે એક મહત્વની જાણકારી શેર કરી છે.

  • પીએફ ખાતાધારકો માટે સરકારે બહાર પાડી ચેતવણી
  • કહ્યું-ઈપીએફઓ કોઈને પણ ફોન કે મેસેજ  નથી કરતું
  • આવા મેસેજ આવે તો રહેજો સાવધાન, ઠગાઈ થઈ શકે

EPFOએ પીએફ ખાતાધારકો માટે મહત્વની ચેતવણી બહાર પાડી છે જેમાં ખાતાધારકોને અમુક વાતોથી સાવધાની રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ઈપીએફઓ દ્વારા કહેવાયું કે મેમ્બરોએ ફેક કોલ કે મેસેજથી સાવધાન રહેવું જોઈએ. EPFO કદી પણ તેના મેમ્બરને ફોન, ઈમેઈલ કે સોશિયલ મીડિયા પર તેમની અંગત વિગતો શેર કરવાનું નથી કહેતું. 

લોકોને મહત્વની વિગતો કોઈની પણ સાથે શેર ન કરવાની અપીલ 
EPFO દ્વારા એવું પણ કહેવાયું છે કે સભ્યોએ કદી પણ તેમનો યુએએન, પાન-આધાર, ઓટીપી કે બીજી વિગતો કોઈની પણ સાથે શેર ન કરવી જોઈએ. આવું કરવું ખતરાથી ખાલી નથી. તેમણે કહ્યું કે EPFO તેના સભ્યોને કદી પણ આવી વિગતો શેર કરવાનું નથી કહેતું. 

પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર 

જે લોકો પીએફનું ખાતું ધરાવે છે તેમને માટે સારા સમાચાર છે. આવા લોકોને હવે તેમના પીએફ બેલેન્સ પર વધારાનું વ્યાજ મળશે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પીએફ પર 8.10 ટકાને બદલે 8.15 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ માટે એક નોટિફીકેશન પણ બહાર પાડ્યું છે. 

ક્યારથી આવશે પીએફના પૈસા
કર્મચારીઓને ઓગસ્ટ 2023થી તેમના પીએફ ખાતાનું વધેલું વ્યાજ મળવા લાગશે. જો કે તે તબક્કાવાર આવશે. 

11 લાખ કરોડ પીએફની જમા રકમ પર વ્યાજ તરીકે મળશે 90,000 કરોડ
ઈપીએફ બોર્ડના વ્યાજ વધારાના નિર્ણય બાદ 11 લાખ કરોડ રૂપિયાના ઈપીએફમાં જમા મૂળ રકમ પર ખાતામાં વ્યાજ તરીકે 90,000 કરોડ રૂપિયા જમા થશે. 2021-22માં ઇપીએફ ખાતાધારકોના ખાતામાં 9.56 લાખ કરોડ રૂપિયાની મૂળ રકમ પર વ્યાજ તરીકે 77,424.84 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 

કેટલું વધ્યું પીએફ પરનું વ્યાજ
નાણા મંત્રાલય હેઠળના ઈપીએફઓએ 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે જે ઓગસ્ટ 2023થી કર્મચારીઓના ખાતામાં આવવાનું ચાલું થઈ જશે. 

ઈપીએફઓએ બહાર પાડ્યો પરિપત્ર 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ તમામ ઝોનલ ઓફિસોના ઇન્ચાર્જને પત્ર લખીને જાણકારી આપી છે કે કેન્દ્ર સરકારે 2022-23 માટે ઈપીએફમાં 8.15 ટકા વ્યાજ ક્રેડિટને મંજૂરી આપી દીધી છે. ઇપીએફઓએ આ મંજૂરી મળ્યા બાદ ઝોનલ ઓફિસના ઇન્ચાર્જ અને ક્ષેત્રીય કાર્યાલયોના ઇન્ચાર્જ અધિકારીઓને ઇપીએફના સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા કરાવવા માટે જરૂરી આદેશ જારી કરવા જણાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ