બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / encounter has started in larrow parigam area of pulwama

એક્શન / જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અથડામણ: સેના સાથેના સંઘર્ષમાં 2 આતંકીઓ ઠાર, જવાનોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

Malay

Last Updated: 08:54 AM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 2 આતંકીઓ ઠાર, સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી હાથ ધરી તપાસ.

  • જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
  • અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલું
  • હજુ પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા

જમ્મુ-કાશ્મીરના પુલવામાના લૈરો-પરીગામ વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર એક પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે, હજુ સુધી પોલીસ અને સેના દ્વારા આતંકીને ઠાર કરાયાની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે.

પોલીસને મળી હતી બાતમી
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને રવિવારે સાંજે 7.30 વાગ્યે માહિતી મળી હતી કે પરીગામમાં ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓનું એક જૂથ જોવા મળ્યું છે. પોલીસે સેના અને સીઆરપીએફના જવાનો સાથે મળીને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું.

સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
જે બાદ સુરક્ષા દળોએ આખા ગામને ચારે બાજુથી ઘેરી લીધું, આ અંગેની જાણ આંતકીઓને થઈ જતાં તેઓએ ત્યાંથી ભાગવા માટે જવાનો પર ગ્રેનેડ ફેંક્યો, જે બાદ સેનાએ પણ જડબાતોડ જવાબ આપવા માટે ફાયરિંગ શરૂ કર્યું. રિપોર્ટ અનુસાર, સેનાની આ કાર્યવાહીમાં 2 આતંકીઓના મોત થયા છે. જોકે, હજુ આ મામલે સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. 

સેનાએ જપ્ત કર્યો હતો હથિયારોનો મોટો જથ્થો
આ પહેલા 18 ઓગસ્ટે ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. અહીં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ પર કાર્યવાહી કરતા આર્મી, બીએસએફ અને પોલીસની સંયુક્ત ટીમે 15થી 18 ઓગસ્ટ સુધી કુપવાડાના માછિલ સેક્ટરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ એકે રાઈફલ, સાત પિસ્તોલ, ચાર હેન્ડ ગ્રેનેડ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ