બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Education Minister Kuber Dindors statement on Vadodara boat accident case

નિવેદન / વડોદરા બોટ દુર્ઘટના કેસ: શાળા સંચાલકોની ભૂલ પર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું કડક નિવેદન, કહ્યું માનવીય અપરાધ

Kishor

Last Updated: 06:45 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું મોટુ નિવેદન પણ સામે આવ્યું છે. જુઓ શું આપ્યું નિવેદન!

  • વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો
  • શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનું મોટું નિવેદન
  • શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે 

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ધટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાના મૃત્યુ થયા હતા. આ ઘટનાનો કારમો ઘા હજુ સુધી રાજ્ય આખું ભૂલી શક્યું નથી ત્યારે આ મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું મોટુ નિવેદન પણ સામે આવ્યું છે.. કુબેર ડીંડોરનું કહેવુ છે કે આ ઘટનામાં જો શાળા સંચોલકોની ભુલ હશે તો તેમને પણ છોડવામાં આવશે નહીં. આ સાથે જ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

જેની ભૂલ હશે કોઇને છોડવામાં નહીં આવે :કુબેર ડીંડોર

શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.કુબેર ડીંડોરે કહ્યું કે જેની ભુલ હશે તે કોઈને છોડવામાં આવશે નહીં... કારણ કે આ એક માનવીય અપરાધ છે. હરણી તળાવ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તપાસના આદેશ આપ્યા છે. 

વડોદરામાં હરણી દુર્ઘટના બાદ કમાટીબાગમાં રાઈડ્સ બંધ કરાવાઈ 

ગુરૂવારે વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાએ 14 જિંદગીનો ભોગ લીધો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની અટકાયત કરી છે. હરણી તળાવ દુર્ઘટના મામલે પોલીસે  મેનેજર, બોટ ચલાવનાર સહિક 3ની અટકાયત કરી છે. સાથે જ કોટિયા કંપનીના ત્રણ પાર્ટનરની અટકાયત કરવામાં આવી છે. હાલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખી રાઈડ્સ પર રોક લગાવવા આદેશ 

ન્યુ સનરાઈઝ સ્કૂલના 12 વિધાર્થીઓ અને 2 શિક્ષક તળાવમાં ડૂબ્યા હતાં. જે બોટમાં આ બાળકો અને શિક્ષકો બેઠા હતા તે બોટની ક્ષમતા 16ની જ હતી પણ તેમાં 25 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ બેસાડવામાં આવતા આ દુર્ઘટના બની હતી.બીજી તરફ તમામ બાળકોને લાઈફ જેકેટ વગર જ બોટમાં બેસાડી દેવામાં આવ્યા હતા.તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે આ માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો: વડોદરા તળાવ દુર્ઘટના કેસમાં બોટને લઇને વધુ એક ઘટસ્ફોટ, તપાસમાં આવ્યું ચોંકાવનારું કારણ, કુલ 7ની ધરપકડ

કમાટીબાગમાં રાઈડ્સ બંધ કરાવાઈ 
વડોદરામાં હરણી દુર્ઘટના બાદ હવે કમાટીબાગમાં રાઈડ્સ બંધ કરાવી દેવામાં આવી છે.  સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખી રાઈડ્સ પર રોક લગાવવા આદેશ આપવામાં આવ્યો છે.  કમાટીબાગમાં જોય ટ્રેન, જમ્પિંગ જેટ, બાઉન્સી, બપિંગ કાર સહિતની રાઈડ્સ ચાલતી હતી. જે તમામ રાઈડ્સ બંધ કરાવવામાં આવી છે. તમામ સુવિધામાં સુરક્ષાની ખાતરી થયા બાદ જ રાઈડ્સ શરૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ