બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ED sents summon to two ips officers of Chattisgarh in context to Mahadev Betting App

છત્તીસગઢ / મહાદેવ બેટિંગ એપમાં અધિકારીઓનો વારો! 2 IPS ઓફિસરો EDની રડારમાં, મોકલાવ્યું તેડું

Vaidehi

Last Updated: 04:37 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાદેવ એપનાં મામલામાં EDએ છત્તીસગઢનાં 2 IPS ઓફીસરોને સમન જારી કર્યું છે. ED તેમના સાથે આ મામલે પૂછપરછ કરવા ઈચ્છે છે.

  • મહાદેવ એપનાં મામલામાં EDનો નવો એક્શન
  • છત્તીસગઢનાં 2 IPS ઓફીસરને સમન જારી કર્યું
  • તેમની સાથે પૂછપરછ કરવા ઈચ્છે છે ED

મહાદેવ એપ મામલામાં EDએ છત્તીસગઢનાં 2 IPS ઓફીસરોને સમન જારી કર્યાં છે. ઈડી આ સમન પૂછપરછ માટે જારી કર્યાં છે. મહાદેવ એપનાં મામલાને લઈને ઈડી સતત કાર્યવાહી કરી રહી છે. હાલમાં તેમનો ટાર્ગેટ છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભુપેશ બઘેલ બન્યાં હતાં. એજન્સીએ હાલમાં જ દાવો કર્યો હતો કે મહાદેવ સટ્ટાની એપનાં પ્રવર્તક છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને અત્યારસુધી 508 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે . જો કે EDએ કહ્યું કે આ વિષયે તપાસ હજુ ચાલુ છે.

ED ચારેય બાજુથી કરી રહી છે તપાસ
તપાસ એજન્સીએ અસીમ દાસન નામક યુવકની ધરપકડ કરી હતી. આ યુવક પર આરોપ છે કે તેણે છત્તીસગઢમાં પૈસાની મોટાપાયે લેણીદેણી કરી છે. ઈડી અસીમ દાસ પાસેથી 5.39 કરોડ રૂપિયા ભેગા કરી ચૂકી છે. EDએ મહાદેવ ઓનલાઈન એપ અને તેના પ્રવર્તકોની સામે તપાસની કાર્યવાહી કરી રહી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે અસીમ દાસ સાથે પૂછપરછ, તેની પાસેથી મળી આવેલ ફોનની ફોરેંસિક તપાસ અને શુભમ સોની દ્વારા મોકલવામાં આવેલા ઈમેલની તપાસમાં ચોંકાવનારા આરોપ સામે આવ્યાં છે. માહિતી મળી છે કે મહાદેવ એપનાં પ્રમોટર છત્તીસગઢનાં મુખ્યમંક્ષી ભૂપેશ બઘેલને ભૂતકાળમાં નિયમિત ધોરણે પૈસાની ચૂકવણી કરતાં હતાં. અને અત્યાર સુધીમાં આશરે 508 કરોડ રૂપિયાની ચૂકવણી કરી ચૂક્યાં છે.

ભૂપેશ બઘેલ નારાજ
4 નવેમ્બરે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું હતું કે, 'મારા પર આરોપ લગાવવાનો અર્થ એ છે કે ભાજપ મારાથી ડરી ગઈ છે અને મારી ઈમેજ ખરાબ કરવા ઈચ્છે છે. આ પહેલા તેણે હિમંતા બિસ્વા સરમા અને અજિત પવાર પર પણ આરોપ લગાવ્યા હતા અને ટેસ્ટ પણ કરાવ્યા. પરંતુ, બંને ભાજપમાં જોડાતાની સાથે જ સાફ-સુથરાં થઈ ગયાં, ધોવાઈ ગયાં..'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ