બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ED issues sixth summons to Arvind Kejriwal in excise policy money laundering case

દારુ કૌભાંડ / કેજરીવાલને EDનું 6ઠ્ઠું સમન્સ, કેમ નથી જતાં? સામે આવ્યું ટોપ સિક્રેટ, પણ ઈડી છોડવાના મૂડમાં નહીં

Hiralal

Last Updated: 05:28 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી દારુ કૌભાંડમાં ઈડીએ કેજરીવાલને છઠ્ઠી વાર સમન્સ મોકલીને હવે 19 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું કહ્યું છે.

  • દિલ્હી દારુ કૌભાંડમાં ઈડી કેજરીવાલને છોડવાના મૂડમાં નહીં 
  • હવે છઠ્ઠી વાર મોકલ્યું સમન્સ
  • 19 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું કહેવાયું 

દિલ્હી દારુ કૌભાંડમાં ઈડી અરવિંદ કેજરીવાલને છોડવાના જરા પણ મૂડમાં નથી. ઈડીએ કેજરીવાલને છઠ્ઠી વાર સમન્સ મોકલીને હવે 19 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું જણાવ્યું છે. ઈડી દારુ કૌભાંડમાં કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે. 

કેજરીવાલ કેમ કરી રહ્યાં છે ઈડીના સમન્સની અવગણના 

હકીકતમાં ઈડી દારુ કૌભાંડમાં કેજરીવાલને છોડવાના જરાય મૂડમાં નથી. માથે લોકસભા ચૂંટણી પણ છે અને કેજરીવાલને પૂરી આશંકા છે કે જો તેઓ ઈડી સામે હાજર થશે તો તેમની તરત ધરપકડ થઈ શકે છે. આમેય કેજરીવાલ ધરપકડની આશંકા તો વ્યક્ત કરી ચૂક્યાં છે. 

કેજરીવાલે 5 સમન્સની અવગણના કરી 
આ પહેલા દિલ્હીના સીએમે 4 સમન્સની અવગણના કરી છે. કેજરીવાલે દર વખતે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેની અવગણના કરતા રહ્યાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલે ખુદ સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમને પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે.

આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ
કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એક વર્ષથી તિહાડ જેલમાં બંધ છે, જ્યારે રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સિસોદિયા અને સિંહ પહેલા આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે સ્વાસ્થ્યના કારણોસર બે અઠવાડિયા માટે વચગાળાના જામીન પર બહાર છે.

દિલ્હી દારૂ કૌભાંડ શું છે? 
નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો.  જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમા સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ