બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ED is questioning Manish Sisodia from last 6 hours might get arrested on 9th march

BIG BREAKING / સિસોદીયાનું છૂટવું હવે ભારે ! મની લોન્ડરિંગ કેસમાં EDએ તિહાડમાં કરી 6 કલાક પૂછપરછ, 9 માર્ચે ધરપકડની સંભાવના

Vaidehi

Last Updated: 06:26 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9 માર્ચનાં મની લોન્ડેરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ થઈ શકે છે. ED સતત 6 કલાકથી મનીષ સિસોદિયા સાથે પૂછપરછ કરી રહી છે.

  • CBI બાદ EDકરે છે સિસોદિયાની પૂછપરછ
  • 9 માર્ચનાં થઈ શકે છે સિસોદિયાની ધરપકડ
  • 100 કરોડની લાંચ લીધાનો છે આરોપ

દિલ્હી દારૂ ઘોટાળા કેસમાં ફંસાયેલા મનીષ સિસોદિયાથી CBI બાદ હવે EDએ તિહાડ જેલમાં છેલ્લાં 6 કલાક સુધી પૂછપરછ કરી છે. ED આજે 11.30 વાગ્યે તિહાડ જેલમાં પહોંચી હતી અને ત્યારબાદથી એજન્સી તેમની સાથે પૂછપરછ કરી રહી હતી.

2 દિવસ સુધી ચાલી શકે છે પૂછપરછ
રિપોર્ટ્સ અનુસાર ED મની લોન્ડેરિંગ મામલે સિસોદિયા સાથે પૂછપરછ કરી રહી છે અને આ પૂછપરછ 2 દિવસ સુધી ચાલી શકે છે. સંભવત: ED સિસોદિયાની 9 માર્ચનાં ધરપકડ કરી શકે છે.  

100 કરોડની લાંચ લીધાનો આરોપ
ED એ જણાવ્યું કે શરાબ નીતિ બનાવવામાં સાઉથ દિલ્હીનાં વેપારીઓથી 100 કરોડની લાંચ લીધી હતી. આ મામલામાં EDએ સોમવારે સાંજે હૈદ્રાબાદનાં બિઝનેસમેન અરૂણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી હતી. એજન્સીનો દાવો છે કે આ મામલામાં સિસોદિયાનું નામ પણ સામે આવ્યું છે. 

EDની રિમાન્ડ પર છે અરૂણ રામચંદ્ર
કોર્ટથી અનુમતિ મળ્યાં બાદ એજન્સી મંગળવારે સિસોદિયા સાથે પૂછપરછ કરવા તિહાડ જેલ પહોંચી હતી. ત્યાં દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે અરૂણ રામચંદ્ર પિલ્લાઈને માર્ચ 13 સુધી ED ની રિમાન્ડ પર મોકલ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ