બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ED filed a chargesheet against big boss 12 contestant Kriti Verma, 263 crore tds scam

સ્કેમ / 263 કરોડ રૂપિયાના કૌભાંડમાં આ જાણીતી અભિનેત્રીનું નામ! બિગ બોસમાં રહી ચૂકી છે, EDની ચાર્જશીટમાં નામ આવતા જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 04:55 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બૉસની કંટેસ્ટેંટ કૃતિ વર્મા પર 263 કરોડનો ઘોટાળો કર્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. EDએ ચાર્જશીટમાં તમામ ડિટેલ્સ આપી છે.

  • બિગ બૉસ 12 અને રોડીઝની એક્ટ્રેસ પર આફત
  • કૃતિ વર્મા પર 262 કરોડ રૂપિયાનો ઘોટાળો કર્યાનો આરોપ
  • EDએ કૃતિ સહિત 14 લોકોનાં નામે ચાર્જશીટ દાખલ કરી

બિગ બૉસ 12 અને MTV રોડીઝમાં દેખાયેલ એક્ટ્રેસ કૃતિ વર્મા પર આફત આવી ગઈ છે. તેના ઉપર 263 કરોડ રૂપિયાનાં ઘોટાળાનો આરોપ લગાડવામાં આવ્યો છે. EDએ 12 સપ્ટેમ્બરનાં 263 કરોડ રૂપિયાનાં TDS રિફંડ ઘોટાળામાં એક ડિટેલ્ડ ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં ટીવી એક્ટ્રેસ કૃતિ વર્મા સહિત 14 લોકોનાં નામ શામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃતિ વર્મા એક્ટ્રેસ બનવા પહેલા GST ઈંસ્પેક્ટર હતી.

2007-08નો મામલો હવે સામે આવ્યો
263 કરોડ રૂપિયાનાં ઘોટાળાનો આ મામલો 2007-08 અને 2008-09નો છે. કૃતિ વર્મા પર આરોપ છે કે તેણે ખોટી રીતે પૈસા મેળવ્યાં હતાં. આ ઘોટાળાનાં માસ્ટરમાઈન્ડ તાનાજી મંડળ છે. વર્ષ 2019માં સામે આવ્યું હતું કે તાનાજી મંડલે આશરે 263 કરોડ રૂપિયાનાં 12 ફેક રિફંડને મંજૂરી આપી હતી.

EDએ ચાર્જશીટમાં આ લોકોનાં નામ લખ્યાં છે
તાનાજી મંડલ સિવાય ચાર્જશીટમાં કૃતિ વર્માનાં કથિત બોયફ્રેંડ ભૂષણ પાટિલ, રાજેશ શેટ્ટી અને અન્યોનાં નામ શામેલ છે. EDએ 2007-08 અને 2008-09 માટે રિફંડ જારી કરવામાં થયેલ ઘોટાળાનો પર્દાફાશ કરવા માટે FIR લખાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાનાજી મંડળનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સરકારી બેંક એકાઉન્ટથી ખોટી રીતે પૈસાને ટ્રાંસફર અંગે બેંકે ફરિયાદ નોંધાવી.

કૃતિ વર્માએ શું કહ્યું?
આ મામલા પર કૃતિ વર્માએ સ્પષ્ટતા આપતાં કહ્યું કે તે ભૂષણ પાટિલને ઓળખતી પણ નથી. ભૂષણ પાટિલ સાથે તેનો સંબંધ ત્યારે બન્યો જ્યારે તેમણે એક ડાન્સ પર્ફોમન્સ આપી. ત્યાં જ તે પાટિલને મળી. કૃતિ અનુસાર ત્યાં સુધી ભૂષણ દ્વારા કરવામાં આવેલા કોઈપણ ઘોટાળા વિશે તે જાણતી નહોતી. અને જ્યારે તેને ખબર પડી ત્યારથી એક્ટ્રેસે ભૂષણથી દૂરી બનાવી લીધી.

EDએ કૃતિની સંપત્તિ જપ્ત કરી
EDએ જાન્યુઆરી 2023માં કૃતિ વર્માની સાથે-સાથે ભૂષણ પાટિલ અને રાજેશ શેટ્ટીની સંપત્તિ પણ જપ્ત કરી લીધી હતી. કહેવાઈ રહ્યું છે કે કૃતિ વર્માએ ગુરુગ્રામમાં એક પ્રોપર્ટી વેંચી હતી અને તેનાથી મળેલ રકમને તેણે પોતાના એકાઉન્ટમાં ટ્રાંસફર કરી હતી. જ્યારે આ રકમની તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે કૃતિએ ગુરુગ્રામમાં એ સંપત્તિ ફ્રોડનાં પૈસાથી ખરીદી હતી. EDએ આ જાણકારી મળ્યા બાદ કૃતિનો બેંક એકાઉન્ટ પણ સીલ કરી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ