બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'Eating non-veg improved performance of Indian bowlers', Shahid Afridi's controversial statement after Team India's win

સ્પોર્ટ્સ ન્યુઝ / 'નોનવેજ ખાવાથી ભારતીય બોલર્સનું પ્રદર્શન સુધર્યું', ટીમ ઇન્ડિયાની જીત બાદ શાહિદ આફ્રિદીનું વિવાદિત નિવેદન

Megha

Last Updated: 11:12 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સારા પ્રદર્શન પછી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું માનવું છે કે માંસ ખાવાના કારણે ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે.

  • ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન પર શાહિદ આફ્રિદીનું વિચિત્ર નિવેદન 
  • આ કારણે શાનદાર બોલિંગ કરી રહ્યા છે ભારતીય બોલરો 
  • માંસ ખાવાનું શરૂ કર્યું એટલે ભારતીય ટીમના બોલરોમાં તાકાત આવી 

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની ધમાકેદાર શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટની પાંચમી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ વિપક્ષી ટીમને છ વિકેટથી મોટી હાર આપી હતી. મેચ દરમિયાન ભારતીય બોલરો સારા ફોર્મમાં હતા. જ્યારે બેટિંગમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સરહદ પાર પાકિસ્તાનમાં પણ આ જીતની ચર્ચા થઈ રહી છે. જોકે, ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. 

Topic | VTV Gujarati

આ કારણે શાનદાર બોલિંગ કરી રહ્યા છે ભારતીય બોલરો 
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તે ભારતીય ટીમના સારા પ્રદર્શન પાછળ વિચિત્ર દલીલો આપતો જોવા મળે છે. તેમનું માનવું છે કે માંસ ખાવાના કારણે ભારતીય ટીમના પ્રદર્શનમાં સુધારો થયો છે. ખાસ કરીને બોલિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ફાસ્ટ બોલરો માંસ ખાવાને કારણે શાનદાર બોલિંગ કરી રહ્યા છે.

માંસ ખાવાનું શરૂ કર્યું એટલે એમનામાં તાકાત આવી 
આફ્રિદીને એક સ્થાનિક શોમાં વાત કરતાં દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતીય ક્રિકેટ ફક્ત બદલાયું નથી પણ મહાન બેટ્સમેન બનાવવા માટે જાણીતો આ દેશ હવે મહાન બોલર પણ પેદા કરવા લાગ્યો છે. આ અંગે આફ્રિદીએ કહ્યું, "ત્યારે આપણે કહેતા હતા કે તેઓ મહાન બેટ્સમેન પેદા કરી રહ્યા છે જ્યારે પાકિસ્તાન સારા બોલર પેદા કરી રહ્યું છે, પરંતુ એવું નહોતું કારણ કે અમે બોલર અને બેટ્સમેન બંને પેદા કરી રહ્યા હતા." તે પછી તે હસ્યો અને કહ્યું, "જો કે તેમના બોલરોએ હવે માંસ ખાવાનું શરૂ કરી દીધું છે, આ જ કારણ છે કે તેમની તાકાતમાં વધારો જોવા મળી રહ્યો છે. ''

'Is the Ahmedabad pitch haunted?' Shahid Afridi slams PCB for World Cup

એક સમયે ભારતીય ટીમમાં કોઈ સારા ફાસ્ટ બોલર નહતા
શાહિદ આફ્રિદીએ આગળ એમ પણ કહ્યું કે, 'એ વાત તો છે કે છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો ભારતીય ટીમમાં કોઈ સારા ફાસ્ટ બોલર નહતા પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. તેમની પાસે બુમરાહ અને સિરાજ જેવા શાનદાર ફાસ્ટ બોલર છે. ગાંગુલીએ પોતાની કેપ્ટનશિપમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. તે પછી ધોનીએ જે રીતે સિનિયર ખેલાડીઓ સાથે ટીમને ચલાવી તે પ્રશંસનીય છે. આ દરમિયાન તેણે બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલા પગલાની પણ પ્રશંસા કરી હતી.'

આઈપીએલને કારણે ટીમમાં આત્મવિશ્વાસ વધ્યો 
આટલું જ નહીં, તેણે આઈપીએલને ભારતીય ટીમની સુધારણામાં એક મહત્વપૂર્ણ કડી પણ માની છે. તેમના મતે, અહીં સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે અનુભવ શેર કરવાની તક મળે છે. આ જ કારણ છે કે જ્યારે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરે છે ત્યારે તે એટલું દબાણ અનુભવતો નથી.

જણાવી દઈએ કે હવે ભારતની આગામી મેચ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સાથે છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ