બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Eating food too fast can harm your body and cause diseases like diabities

હેલ્થ ટિપ્સ / જલ્દી-જલ્દી જમવાની આદત હોય તો હમણાં જ ચેતી જજો, સ્વાસ્થયને થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યાઓ

Vaidehi

Last Updated: 04:57 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉતાવળમાં જમવાનું જમવાથી તમે બિમારીનો શિકાર બની શકો છો અને ગેસ-બ્લોટિંગ જેવી સમસ્યાઓ પણ આવી શકે છે. વાંચો.

  • ઉતાવળમાં જમવાનું જમવું શરીર માટે હાનિકારક
  • શારીરિક બિમારીઓનો બની શકો છો શિકાર
  • ગેસ-બ્લોટિંગથી લઈને ગંભીર સમસ્યાઓ આવી શકે છે

આજકાલની ફાસ્ટ લાઈફમાં લોકોને શાંતિથી બેસીને જમવાનો પણ ટાઈમ નથી મળતો. સવારે કામ કરવાની ઉતાવળ તો ક્યારેક કામની વચ્ચે થોડો ટાઈમ કાઢીને ફટાફટ જમવું પડતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જલ્દી-જલ્દી જમવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુક્સાન પહોંચી શકે છે. 

5 પ્રકારની શારીરિક સમસ્યાઓ 
આયુર્વેદમાં ધીમે-ધીમે અને ખૂબ ચાવીને ભોજન જમવાની વાત કરી છે. તો સાયન્સ પણ માને છે કે જલ્દી-જલ્દી જમવાથી ભોજનની સાથે-સાથે હવા પણ પેટમાં જાય છે, જેના લીધે ગેસ અને બ્લોટિંગની સમસ્યાઓ સર્જાય છે. જો તમે પણ આવી રીતે ભોજનનું સેવન કરતા હોવ તો ચેતી જજો નહીંતર આ 5 પ્રકારની શારીરિક સમસ્યાઓ આવી શકે છે.

વજન વધે છે
સાયન્સ અનુસાર જ્યારે પણ આપણે જમવાનું જમીએ છીએ ત્યારે પેટ ભર્યાનાં 20 મિનિટ બાદ મગજ આપણને સંદેશો આપે છે કે પેટ ભરાઈ ગયું છે. જો તમે જલ્દી-જલ્દી જમો છો તો મગજ 20 મિનિટ પહેલા સિગ્નલ આપતું નથી જેના લીધે તમે વધુ માત્રામાં ભોજન કરી લો છો. જેના લીધે ફેટ, ઓબેસિટી વગેરે સમસ્યાઓ થાય છે.

ઈંસુલિન રેઝિસ્ટેંસ
જ્યારે તમે સ્પીડમાં જમવાનું જમો છો તો એ તમારા શરીરમાં ઈંસુલિન રેઝિસ્ટેંસનો ભય વધારે છે. જેના કારણે હાઈ બ્લડ શુગર અને ઈંસુલિનનાં લેવલમાં ગડબડ થાય છે. આ ગડબડ મેટાબૉલિક સમસ્યાઓને વધારી શકે છે.

ટાઈપ 2 ડાયાબિટીઝ
સ્ટડી અનુસાર જે લોકો સ્પીડમાં જમવાનું જમે છે તેઓ ધીમે જમનારાઓની સરખાણીએ અઢી ગણાં વધારે ટાઈપ 2 ડાયાબિટીઝનાં શિકાર બને છે. બ્લડ શુગર અને ઈંસુલિનનાં બગડતાં લેવલ ટાઈપ 2 ડાયાબિટીઝનો ખતરો પેદા કરે છે.

મેટાબોલિક સિસ્ટમમાં ગડબડી
જલ્દી જમવાથી ન માત્ર ડાયાબિટીઝ પરંતુ તમારું મેટાબોલિઝમ પણ બગડી શકે છે. જેનું કનેક્શન હાર્ટ ડિસીઝ સાથે પણ હોય છે.

અપચો
સ્પીડમાં જમવાથી પેટમાં ભોજનનાં મોટા ટુકડાઓ પહોંચે છે જેને પચાવવા માટે ડાઈઝેશન સિસ્ટમે વધુ મહેનત કરવી પડે છે. પરિણામસ્વરૂપે અપચો થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ