બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / earthquake on the moon isro said we have recorded natural phenomenon are investigating

ચંદ્રયાન-3 અપડેટ / ચંદ્રની ધરતી ધ્રુજી ઉઠી, અચાનક જ પ્રજ્ઞાન રોવરે રેકોર્ડ કરી પ્રાકૃતિક ઘટના, મૂન પર ધરતીકંપના સંકેત

Kishor

Last Updated: 11:43 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISROએ કહ્યું કે ચંદ્રયાન-3 ના લેન્ડર વિક્રમ જે સપાટી પર કામ કરી રહ્યું છે ત્યાં ચંદ્ર પર ધરતીકંપની ઘટનાના સંકેતો મળ્યા છે આ મામલે હવે તપાસ હાથ ધરવામાં આવશે.

  • ચંદ્ર પર કુદરતી ભૂકંપ ?
  • લેન્ડર વિક્રમના કાર્યક્ષેત્રમાં ચંદ્ર પર ધરતીકંપના સંકેતો મળ્યા
  • હવે ઘટનાની તપાસ કરવામાં આવશે :  ISRO

ભારતે ચંદ્રયાન-3ને લઈને ઇતિહાસ રચી દીધા બાદ હવે ચંદ્ર પરની પણ એકપછી એક અપડેટ સામે આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે સત્તાવાર નિવેદન જારી કરી ચંદ્ર પર કુદરતી ભૂકંપના સંકેત મળ્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. ભૂકંપના આ અપડેટ લુનાર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડ દ્વારા રેકોર્ડ કરાઈ છે. ISROએ કહ્યું કે ચંદ્રયાન-3 ના લેન્ડર વિક્રમ જે હાલમાં સપાટી પર કામ કરી રહ્યું છે, તેણે ચંદ્ર પર ધરતીકંપની ઘટના શોધી કાઢી છે.

જે અંગે તપાસ કરાશે.
 પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડ્સે પણ આ અંગેનો ડેટા મોકલ્યો છે.જે સંભાવના પર હવે તપાસ હાથ ધરાશે. માઈક્રો ઈલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ ટેક્નોલોજીને લઈને ચંદ્ર પર રોવરની પ્રવૃત્તિ રેકોર્ડ કરી છે. ISROએ જણાવ્યું ILSAએ પેલોડે એક ઘટના રેકોર્ડ કરી છે જે કુદરતી હોવાનું જણાય છે. જે અંગે તપાસ કરાશે.

ચંદ્ર પર ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગ

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ બે ત્રા  ત્રણ મિશન સફળ રહ્યા છે. પ્રથમ 2 મિશન - ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણનું પ્રદર્શન અને ચંદ્ર પર રોવરની કાર્યપ્રણાલીનું નિદર્શનમાં ધારી સફળતા મળી ચુકી છે. જ્યારે ત્રીજું મિશન, જે ચંદ્ર પર ઇન-સીટુ વૈજ્ઞાનિક પ્રયોગ છે,  હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે. આ મિશનથી ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો દેશ અને ચંદ્રના આ દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ