બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / E-Shram Card: Government will give 3000 rupees to laborers every month, know how?

ફાયદાની વાત / શું વાત છે! સરકારની આ સ્કીમ અંતર્ગત દર મહિને શ્રમિકોને મળશે રૂ. 3 હજારનું વેતન! જાણો કેવી રીતે

Megha

Last Updated: 09:22 AM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું અને રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવશે.

  • રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શન
  • દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
  • આ કાર્ડ 12 અંકનું હોય છે

દેશના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. રજિસ્ટર્ડ કામદારોના બાળકોના શિક્ષણ, દીકરીના લગ્નથી લઈને સારવાર સુધીની ઘણી યોજનાઓ છે. આ સાથે જ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા નોંધણી પછી ઇ-શ્રમ કાર્ડ જારી કરવામાં આવે છે. જે મજૂરો  આ યોજના હેઠળ તેનું (E-Shram Card Registration) કરાવે છે એ મજૂરોને સરકાર દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.  ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) બનાવવા માટે કોઈ પણ 16 થી 59 વર્ષની વયના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ મજૂર અરજી કરી શકે છે .

જણાવી દઈએ કે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ સિવાય CSC સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

દર મહિને મળશે પેન્શન 
ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નોંધણી કરવા માટે કામદારોને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે. જેમ કે - અરજદારનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર. આવા દસ્તાવેજોના આધારે સરળતાથી ઈ-લેબર કાર્ડ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે. જણાવી દઈએ કે આ યોજનામાં રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે આ કાર્ડ 12 અંકનું હોય છે. 

ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)ના ફાયદા 
ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે 
જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે
જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ