બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / E-cigarettes are sold freely in various areas of Ahmedabad.

કાર્યવાહી / અમદાવાદનું યુવાધન ઇ-સિગારેટના રવાડે ચડ્યું! પાન પાર્લરમાં વેંચાતી સિગારેટનો ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ

Kishor

Last Updated: 01:08 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધ છતાંય અમદાવાદના વિવિધ  વિસ્તારોમાં ઇ-સિગારેટ બિનદાસ્ત વેચાય છે, જેના પર પોલીસે લાલ આંખ કરી છે.

  • પોલીસે પાર્લરના માલિકની કરી ધરપકડ
  • ઈ-સિગારેટ, વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો
  • 11 ઇ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો

અમદાવાદમાં ચાલતા હુક્કાબાર બંધ થતાં હવે યંગસ્ટર ઇ-સિગારેટ (વેપ)ના રવાડે ચઢ્યા છે, જેના પર રાજ્ય સરકારે વર્ષ ર૦૧૯માં પ્રતિબંધ ફરમાવ્યો હતો. રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધ છતાંય અમદાવાદના વિવિધ  વિસ્તારોમાં ઇ-સિગારેટ બિનદાસ્ત વેચાય છે, જેના પર પોલીસે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ગઇ કાલે એરપોર્ટ નજીક આવેલા એક પાન પાર્લરમાં ઇ-સિગારેટ તેમજ વિદેશી સીગારેટનો જથ્થો પકડી પાડ્યો છે. 

ઇ-સિગારેટનું એડિકશન છે? તો આ વાંચીને તમારા હોશ ઉડી જશે | E-cigarette  addiction

11 ઇ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે એરપોર્ટ નજીક આવેલા આનંદ પાન પેલેસમાં ઇ-સિગારેટનો જથ્થો વેચાઇ રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરી હતી અને 11 ઇ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઇ-સિગારેટની સાથે વિદેશી સિગારેટનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. સિગારેટના પેકેટ પર સરકારે જાહેર કરેલા સર્ક્યુલર મુજબ 90 ટકા કેન્સરનું ચિત્ર હોવાનું ફર‌િજયાત છે, પરંતુ વિદેશી સિગારેટો પર કેન્સરનું ચિત્ર હોતું નથી, જેના કારણે ગુનો બને છે. 

ઇ-સિગારેટનું એડિકશન છે? તો આ વાંચીને તમારા હોશ ઉડી જશે | E-cigarette  addiction


ક્રાઇમ બ્રાંચને ૧૬૧ વિદેશી ‌સિગારેટનાં બોક્સ મળ્યાં છે, જ્યારે ૧૧ ઇ-સિગારેટ મળી આવી છે. ક્રાઇમ બ્રાંચે પાન પાર્લરના મા‌િલક મયૂર કિશોરભાઇ મુલચંદાની (રહે. સિંધી કોલોની, સરદારનગર)ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે હુક્કાબાર બંધ થઇ ગયા બાદ પાર્ટીઓમાં ઇ-સિગારેટનું ચલણ વધુ જોવા મળ્યું હતું, જે શરીર માટે હા‌િનકારક હોવાથી તેને બેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરની મોટા ભાગની પાન શોપ પર પ૦૦ રૂપિયાથી લઇને ત્રણ હજાર રૂપિયા સુધીની ઇ-સિગારેટનું ધુમ વેચાણ થઇ રહ્યું હતું, જેના પર પોલીસ અને એજન્સીઓએ લાલ આંખ કરી છે. 

૧પ૦૦થી લઇને ત્રણ હજાર રૂપિયાની વેચાય
રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર વિરુદ્ધ પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે. વર્ષ ર૦૧૯માં ઇ-સિગારેટનું ચલણ વધી જતાં રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારતનાં ૧ર રાજ્ય સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઇ-સિગારેટ બે પ્રકારની આવે છે, જે બજારમાં આસાનીથી વેચાય છે. એક યુઝ એન્ડ થ્રો કે જેમાં જ્યાં સુધી ફ્લેવર છે ત્યાં સુધી તે ઉપયોગી બને છે. ત્યાર બાદ તેને નાખી દેવામાં આવે છે. યુઝ એન્ડ થ્રોવાળી ઇ-સિગારેટ ૧પ૦૦થી લઇને ત્રણ હજાર રૂપિયાની વેચાય છે. આ ઇ-સિગારેટમાં ફ્લેવર બદલી શકાતી નથી. આ સિવાય બીજી ઇ-સિગારેટ છે, જેમાં અનેક ફ્લેવર બદલી શકાય છે, જે માર્કેટમાં મોંઘી વેચાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ