બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Dwarka, Surat, Bhavnagar, etc., are again threatened with famine

વધુ એક આગાહી / દ્વારકા, સુરત, ભાવનગર સહિતના આ વિસ્તારો પર ફરી માવઠાનું સંકટ, ખેડૂતોના પાકને મોટા નુકસાનની ભીતિ

Vishal Khamar

Last Updated: 03:44 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
  • 5થી 7 એપ્રિલ સુધી વરસાદની આગાહી
  • 5 એપ્રિલે વરશી શકે છૂટો છવાયો વરસાદ

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  5,6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયા વરસાદ થવાની આગાહી છે.  7 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છૂટો છવાયો વરસાદ પડી શકે છે.  મોરબી,જામનગર,સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભાવનગર,મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત,તાપી અને ડાંગ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

5,6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયા વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, 3 અને 4 તારીખે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. પરંતું અમુક જગ્યાએ  વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ત્યારે 5, 6 અને 7 તારીખે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે કચ્છ, સુરેન્દ્ર નગર, રાજકોટ, દ્વારકા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે 7 તારીખે સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડીગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ