બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dusshera 2023 importance of worshipping shami plant aprajita night jasmine flower

Dussehra 2023 / દશેરાના દિવસે આ 2 ચમત્કારિક છોડોની કરો પૂજા, ઘરમાં ક્યારેય લક્ષ્મી નહીં ખૂટે, શત્રુઓ પર થશે વિજય પ્રાપ્ત

Arohi

Last Updated: 07:46 AM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shami-Aprajita Plant Puja Benefits: દશેરાના દિવસે શમીના ઝાડ અને અપરાજીતાના ફૂલોની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દશેરા પર શમીના ઝાડ અને અપરાજીતાની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

  • દશેરાના દિવસે કરો આ છોડની પૂજા 
  • પૂજાનો મળશે વિશેષ લાભ 
  • ઘરમાં ક્યારેય લક્ષ્મી નહીં ખૂટે

અસત્ય પર સત્યનું પ્રતીક દશેરાનો મહાપર્વ શારદીય નવરાત્રીની દશમી તિથિ એટલે કે આશો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. તેને વિજયાદશમી પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનું વધ કર્યું હતું. માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. 

દશેરાના દિવસે શમીના ઝાડ અને અપરાજીતાના ફૂલોની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દશેરા પર શમીના ઝાડ અને અપરાજીતાની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને બધા દેવી દેવતાઓની કૃપા બની રહે છે.

દશેરા પર આ રીતે કરો અપરાજીતાની પૂજા 
દશેરાના દિવસે અપરાજીતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે અપરાજીતાની પૂજા કરવાથી દરકે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. રોકાયેલા દરકે કામ પુરા થાય છે. તેના ઉપરાંત ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

કઈ દિશામાં કરશો અપરાજિતાના ફૂલોની પૂજા 
વિજયાદશમીના દવિસે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણની તરફની કોઈ જગ્યા સારી રીતે સાફ કરી લો. તેના બાદ તે જગ્યા પર ચંદનથી આઠ પાન વાળા કમળનું ફૂલ બનાવી લો. તેના બાદ તેમાં અપરાજિતાના ફૂલ કે છોડ મુકો. પછી સંકલ્પ લો કે "મમ સકુટુમ્બસ્ય ક્ષેમ સિદ્ધયર્થે અપરાજિતા પૂજનં કરિષ્યે" મંત્રનો જાપ કરો. 

અપરાજિતાના ફૂલની પીજા 
દશેરા પર અપરાજિતાના ફૂલની પૂજા કરવાથી ઘણા લાભ થાય છે. તેની પૂજા કરવા માટે મંત્રનું ઉચ્ચારણ કર્યા બાદ અપરાજિતા દેવીથી પ્રાર્થના કરો અને પરિવાર અને ખુશીઓની વાત કહો. તેની સાથે જ કંકુ, અક્ષત, સિંદૂર, ભોગ, ઘીનો દિવો કરો. પૂજા કર્યા બાદ માતાજીને પોતાના સ્થાન પર પરત જવાનો આગ્રહ કરો. આમ કરવાથી તમારૂ અને તમારા પરિવારનું કલ્યાણ થશે.   

શમીના છોડની પૂજા કરવાના લાભ 
જ્યોતિષાચાર્ય અનુસાર, દશેરાના દિવસે શમીના છોડની પૂજા કરવી લાભકારી માનવામાં આવે છે. શમીની પૂજા કરવાથી દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેના સાથે જ આખૂ વર્ષ યાત્રાઓમાં લાભ મળે છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી થતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ