બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dussehra 2023 very auspicious for these zodiacs they will earn immense money

Dussehra / દશેરાએ વર્ષો બાદ દુર્લભ સંયોગ: કર્ક અને કુંભ સહિત કુલ 3 રાશિના જાતકો પર થશે ધનની વર્ષા, બિઝનેસ-કરિયરમાં મળશે જોરદાર લાભ

Manisha Jogi

Last Updated: 09:50 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દશેરાનો પર્વ ખાસ માનવામાં આવે છે. તુલા રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. દશેરા પર કઈ રાશિ માલામાલ થઈ શકે છે. તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર દશેરાનો પર્વ ખાસ માનવામાં આવે છે.
  • તુલા રાશિમાં બુધાદિત્ય યોગનું નિર્માણ
  • આ રાશિના જાતકો થઈ જશે માલામાલ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દશેરાનો પર્વ ખાસ માનવામાં આવે છે. દશેરા પર દુર્લભ સંયોગ બની રહ્યો છે. રાવણ વધ સમયે દશેરા પર પંચક કાળ ચાલી રહ્યો હતો, આ વર્ષે પણ દશેરા પંચકકાળમાં છે. 30 વર્ષ પછી દશેરાના દિવસે શનિ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે, જેના કારણે શશ રાજયોગનું નિર્માણ  થઈ રહ્યું છે. ગુરુ અને શુક્ર એકબીજાની સામે બિરાજમાન હશે, જેના કારણે સમસપ્તક યોગ બનશે. તુલા રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. દશેરા પર કઈ રાશિ માલામાલ થઈ શકે છે. તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ રાશિના જાતકો થશે માલામાલ
કર્ક-
શુભ યોગના કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં રોકાણ કરવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. 

તુલા- તુલા રાશિમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે. શશ અને ધન યોગના કારણે આ રાશિના જાતકો પર ધનવર્ષા થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. બચત કરી શકશો. નોકરિયાત વ્યક્તિઓનું પોસ્ટમાં પ્રમોશન થશે. જૂની બિમારીથી રાહત મળશે. 

કુંભ- કુંભ રાશિમાં શશ રાજયોગ બની રહ્યો છે, જેના કારણે કુંભ રાશિના જાતકોને લાભ મળી શકે છે, ભાગ્ય સાથ આપશે. જે પણ કામ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. દેવામાંથી છુટકારો મળશે, આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે. નવી નોકરી શોધતા લોકોને સારા સમાચાર મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ