બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dussehra 2023 date 10 remedies for happiness prosperity reduce negative energy

Dussehra 2023 / આવતીકાલે દશેરા: આ દિવસે અપનાવો 10 મહાઉપાય, દૂર થશે તમામ સમસ્યા, નહીં રહે ઘરમાં નકારાત્મક ઉર્જા

Manisha Jogi

Last Updated: 09:10 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસત્ય પર સત્યના વિજયના ભાગરૂપે વિજયાદશમી ઊજવવામાં આવે છે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો. દશેરાના દિવસે કેટલાક ઉપાય કરવાથી લાભ થઈ શકે છે.

  • આવતીકાલે દશેરા ઊજવવામાં આવશે
  • દશેરાના દિવસે કેટલાક ઉપાય કરવાથી લાભ થઈ શકે છે
  • દશેરાના દિવસે કેટલાક ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે

આવતીકાલે 24 ઓક્ટોબરના રોજ દશેરા ઊજવવામાં આવશે. હિંદુ ધર્મમાં દશેરાને મહત્ત્વપૂર્ણ તહેવાર માનવામા આવે છે. અસત્ય પર સત્યના વિજયના ભાગરૂપે વિજયાદશમી ઊજવવામાં આવે છે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કરીને વિજય મેળવ્યો હતો. દશેરાના દિવસે કેટલાક ઉપાય કરવાથી લાભ થઈ શકે છે. 

દશેરા ઉપાય

  • દશેરાના દિવસે કેટલાક ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પરિવારમાં સૌહાર્દ રહે છે. બાળકોને અભ્યાસ પ્રત્યે રૂચિ જાગૃત થાય છે અને જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. 
  • જીવનમાં ખુશી જળવાઈ રહે તે માટે દશેરાના દિવસે કેટલાક દૈનિક જીવનનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની પૂજા કરો. 
  • બ્રાહ્મણ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને  વસ્તુઓનું દાન કરો. અન્ન, જળ, ફળ, વસ્ત્ર, મીઠુ, ઘી, સાકર, છત્રી, ચપ્પલ ટોપી, મિઠાઈ તથા અન્ય વસ્તુનું દાન કરી શકાય છે. 
  • પૂજાસ્થળ પર એક બાજઠ પર દેવી માતાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાં ધાર્મિક અને શૈક્ષણિકે પુસ્તક મુકીને બાળકો સાથે કંકુ, હળદર અને પુષ્પથી પૂજા કરો. 
  • શમીના છોડની પૂજા કરીને સરસિયાના તેલનો અથવા તલના તેલનો દીવો કરીને જળ અર્પણ  કરો. 
  • નવા અને જૂના વાહન તથા લાયસન્સવાળી વસ્તુઓની પૂજા કરો. રાવણદહન કર્યા પછી અડધી બળેલી લાકડી લાવીને ઘરમાં રાખો.
  • હનુમાનજીની આરાધના કરીને શુદ્ધ ઘી અને સિંદૂર અર્પણ કરો તથા હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરો. 
  • ઘરના આંગણામાં રંગોળીને ત્યાં દીવો કરો.
  • પરિવારનો તમામ સભ્યોએ સાથે મળીને ઘરના આંગણામાં ગાયત્રીમંત્રનો જાપ કરીને હવન કરવો.
  • સવારે ઘરની સફાઈ કર્યા પછી સિંધાલુ મીઠાનો છોડ વાવવો. 
  • ઘરમાં લોટ અથવા સોજીનો હલવો બનાવીને ભગવાનને ભોગ ધરાવો અને પરિવારના તમામ સભ્યોને વિતરિત કરી દો. પ્રસાદ ગ્રહણ કરવાથી પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ