બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / During the rainy season, the natural beauty of Kadiya Dhro is at its peak, the rushing water flowing like a miracle.

કચ્છ / વરસાદી સિઝનમાં કડિયા ધ્રો નું કુદરતી સૌંદર્ય ચરમ પર, ખડખડ વહેતું પાણી કોઇ અજાયબી માફક ભાસી રહ્યું છે, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 08:18 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુજનો કડિયા ધ્રો પરથી ચોમાસાની સીઝનમાં ધોધ સ્વરૂપે પડતું પાણી અદ્ભુત દ્રશ્યો સર્જે છે. ત્યારે ચોમાસાની સીઝનમાં અહીંયા વરસાદ પડતા ભારે આહ્લાદક દ્રશ્યો સર્જાય છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે.

  • ભુજમાં કડિયા ધ્રો કુદરતની ક્લાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ
  • મામૈય દેવ કડિયા ધ્રો મહેશ્વરી સમાજમાં ધાર્મિક મહત્વ ધરાવે છે
  • ખળખળ વહેતું પાણી ધોધરૂપે નીચે પડતાં અદભુત દૃશ્યો સર્જાયા

 ભુજથી 35 કિલોમીટર દૂર કોડકી માર્ગે આવેલા કડિયા ધ્રો કુદરતની ક્લાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ સમું એક છે. હાલ ચોમાસાની સિઝનમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે, જેથી વરસાદી પાણી કોતરોની વચ્ચેથી નીચે ધોધરૂપી વહી નીકળે છે. કોતરોમાંથી ખળખળ વહેતું પાણી ધોધરૂપે નીચે પડતાં અદભુત દૃશ્યો સર્જાય છે.

ધ્રો મહેશ્વરી સમાજમાં ધાર્મિક રીતે ખૂબ ઉચ્ચું મહત્વ ધરાવે

નખત્રાણા તાલુકામાં આવતા મામૈય દેવ કડિયા ધ્રો સેંકડો વર્ષો દરમિયાન હવામાનના પ્રતાપે આકાર પામ્યો છે. ધ્રો એટલે મગરો માટેનું ઘર. જ્યાં તળિયા વગરની જમીન પર કોતરોમાં બારેમાસ પાણી જોવા મળે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે. એ દરમિયાન એમાં વસવાટ કરતા મગરો અન્ય નદી-નાળાં તરફ પ્રયાણ કરી જાય છે. જોકે, વરસાદી પાણી કોતરોની વચ્ચેથી નીચે ધોધ રૂપી વહી નીકળતાં અદભુત દૃશ્યો સર્જાય છે. મામૈય દેવ કડિયા ધ્રો મહેશ્વરી સમાજમાં ધાર્મિક રીતે ખૂબ ઉચ્ચું મહત્વ ધરાવે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ