બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Due to unseasonal rains in Amreli, farmers are disappointed as they do not get enough prices for wheat planted in ravi crop.

અમરેલી / કમોસમી વરસાદથી અમરેલીના ખેડૂતો રાતા પાણીએ રડ્યાં: ભાવ ન મળતા જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ

Dinesh

Last Updated: 06:58 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કહેરથી રવિપાકમાં વાવેતર કરેલા ઘઉંના પૂરતા ભાવો ન મળતા ખેડૂતો નિરાશ થયા છે

  • અમરેલી રાતા પાણીએ રડ્યાં ખેડૂતો 
  • વરસાદને કારણે ઘઉંના ભાવ ન મળ્યાં
  • 700માં વેચતા ઘઉંના 400થી 500


અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેમ રવિપાકમાં વાવેતર કરેલા ઘઉંના પૂરતા ભાવો ન મળતા ખેડૂતો પરસેવાની કમાણીના દામો ના મળતા નિરાશ થયા છે. તો થોડા સમય પહેલા સાવરકુંડલાાના એપીએમસી સેન્ટરમાં રૂપિયા 700ના ભાવોથી વેચતા ઘઉંના માત્ર 400થી 500 આસપાસના ભાવ મળતા ખેડૂતો જાયે તો જાયે કહાં જેવું સ્થિતિ નિર્માણ પામી છે.

પરસેવાની કમાણી કમોસમી વરસાદે બગાડી 
એપીએમસીના સેક્રેટરી રમેશ રાદડીયા પણ સ્વીકારી રહ્યા છે કે, હાલ ઘઉંની આવક ઘટી છેને કમોસમી વરસાદથી પલળેલા ઘઉં 400થી 450 સુધી જાય છેને પલળેલા વિનાના ઘઉંના ભાવોમાં પણ ઘટાડો થયો છે. 5 હજાર મણ ઘઉંની આવક સામે ખેડૂતોને માત્ર 400થી 450 જેવા ભાવો મળતા હોય ત્યારે ખેડૂતોની પરસેવાની કમાણી કમોસમી વરસાદે બગાડી છે. 

ઘંઉના ભાવ ઘટ્યા
એપીએમસીમાં જાહેર હરરાજીમાં અગાઉ ઘઉંના ભાવ 700થી લઈને 800 સુધી પહોંચી ગયેલા હતા પણ ખેડૂતોની કરમની કઠણાઇ છે કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવાયો છે. 400થી 500 જેવા ભાવો ઘઉંના મળતા ખેડૂતોને રવિપાકમાં વાવેતર કરેલા ઘઉંના ભાવમાં જે 700થી 800 જેવા ભાવ મળતા તેના અડધા જેવા ભાવ મળતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે. કઠિન મજૂરી કરીને પકવેલા ઘઉંના ભાવો તળિયે બેસી જતા ખેડૂતો હતાશ થઈ ને સરકાર સામે મીટ માંડી બેઠા છે.ધારીથી સાવરકુંડલા એપીએમસીમાં આવેલા ખેડૂતોને સારા ભાવો મળવાની આશાઓ પર પાણી ફરી વળ્યુ તો નાની વડાળ જંગલ વિસ્તારમાંથી આવેલા ખેડૂતોને 200થી 300 રૂપિયા જેવા ભાવો ઓછા મળ્યા છે તેમજ ભાવો ઘટ્યા હોવાનું એપીએમસીના સેક્રેટરી રમેશ રાદડીયાએ જણાવ્યું હતું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ