બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Dryfoot trader in Gujarat raided by State GST, big tax evasion caught

ગાંધીનગર / ગુજરાતમાં ડ્રાયફ્રૂટ્સના 28 વેપારીના 51 સ્થળો પર GSTની રેડ, અમદાવાદ, સુરત, રાજકોટમાં ઓપરેશન, ઝડપાયા આટલા કરોડના છુપા વ્યવહાર

Vishal Khamar

Last Updated: 06:45 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ GST વિભાગ દ્વારા રાજ્યમાં ડ્રાયફ્રૂટ્સનાં વેપારીઓને ત્યાં અચાનક દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે તપાસમાં કેટલાક વેપારીઓ બિલ વગર માલનું વેચાણ કરતા હોવાનું સામે આવવા પામ્યું હતું. હજુ પણ વધુ કરચોરી તપાસમાં બહાર આવે તેવી શક્યતાઓ છે.

  • રાજ્યમાં ડ્રાયફ્રૂટ્સના 28 વેપારીના 51 સ્થળો પર દરોડા 
  • સ્ટેટ GSTના અમદાવાદમાં 30 સુરતના 14 તો રાજકોટના 7 સ્થળોએ દરોડા
  • રૂપિયા ૨૦ કરોડ થી વધુ ના છુપા વ્યવહાર આવ્યા સામે

 તહેવારનો સીઝન પૂર્ણ થયા બાદ સ્ટેટ જીએસટી દ્વારા કરચોરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં ડ્રાયફ્રુટનાં 28 વેપારીઓનાં  51 સ્થળો આકસ્મિક દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.  સ્ટેટ GSTના અમદાવાદમાં 30 સુરતના 14 તો રાજકોટના 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સ્ટેટ જીએસટી દ્વારા હાથ ધરાયેલ તપાસમાં કેટલાક વિક્રેતાઓ કરચોરી કરતા હોવાનું સામે આવ્યુ છે.  ડ્રાયફ્રૂટનાં વેપારીઓનાં 20 કરોડથી વધુનાં છુપા વ્યવહારો મળી આવ્યા છે. જીએસટીની ટીમ દ્વારા કેટલાક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરતા દુકાનમાં નોંધાયેલ માલ અને હયાત માલમાં તફાવત જોવા મળ્યો હતો. તો કેટલાક વેપારીઓ બિલ વિના માલનું વેચાણ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.  વેપારીઓ ભરવાપાત્ર વેરો ન ભરી સરકારી તીજોરીને નુકશાન કરી રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ