બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Drug-alcohol cocktail: Alcohol worth 40.16 lakh reached Ahmedabad in two trucks full of drugs from Haryana.

તપાસ / દવા-દારૂ’નું કોકટેલઃ હરિયાણાથી આવેલી દવા ભરેલી બે ટ્રકમાં 40.16 લાખનો દારૂ અમદાવાદ પહોંચી ગયો, 8 આરોપીઓ જાપ્તામાં

Vishal Khamar

Last Updated: 11:06 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જીલ્લાનું અસલાલી દારૂની હેરફેર માટેનું હબ ગણાય છે. ગઇ કાલે અસલાલી પોલીસે કરતાં ૪૦.૧૬ લાખનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.

  • અસલાલી દારૂની હેરફેર માટેનું હમ
  • દવા ભરેલી ટ્રકમાં દારૂનો જથ્થો અમદાવાદ પહોચ્યો
  • પોલીસે બે ટ્રકમાં 40.16 લાખનો દારૂ જપ્ત કર્યો

હરીયાણાથી નમનસિંગ સિંહાગે દહેરાદૂનથી દવાની ટ્રક પોતાની પાસે મંગાવી લીધી હતી. નમનસિંગના ઇશારે ટ્રકમાં રહેલી દવાનો અડધો સ્ટોક બીજી ટ્રકમાં ભરી દેવામાં આવ્યો. ત્યાર બાદ બંને ટ્રકમાં દારૂનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. પહેલાં દારૂનો જથ્થો મૂકી દીધા બાદ દવાનાં કાર્ટન મૂકી દીધાં હતાં. દવા-દારૂ ભરેલી બે ટ્રક લઇને ડ્રાઇવર અસલાલી આવ્યા હતા, જ્યાં ઓહમ સોહમ રોડવેઝની ઓફિસ ધરાવતા બીજેન્દ્ર શર્માએ રિસીવ કરી હતી.
અસલાલી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરીને ૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ જીલ્લાનું અસલાલી દારૂની હેરફેર માટેનું હબ ગણાય છે તે હકીકતને પુરવાર કરતો કિસ્સો વધુ એક વખત સામે આવ્યો છે. દવાની આડમાં દારૂની હેરફેરનો સૌથી મોટો પર્દાફાશ ગઇ કાલે અસલાલી પોલીસે કરતાં ૪૦.૧૬ લાખનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. અસલાલી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરીને ૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાંથી ૧૮ લાખ રૂપિયાની દવા છે. ૪૦.૧૬ લાખ રૂપિયાનો દારૂનો જથ્થો અમદાવાદના કયા બુટલેગરોને આપવાનો હતો તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે હ‌િરયાણાથી દારૂ મોકલનાર સહિત અમદાવાદ ‌રિસીવ કરનાર તમામને પોલીસે દબોચી લીધા છે. 
બાતમીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
અસલાલી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે અસલાલી સર્કલની આસપાસ પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાં દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે અસલાલી પોલીસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને પાર્કિંગમાં ઊભેલી ટ્રકને ચેક કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ટ્રકમાંથી દવાનાં કાર્ટન મળ્યાં હતાં, જેની પાછળ વિદેશી દારૂ છુપાવેલો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ તેની પૂછપરછ શરૂ કરી હતી, જ્યાં તેમણે કબૂલાત કરી હતી કે બીજી એક ટ્રકમાં પણ દારૂનો જથ્થો સંતાડેલો છે. પોલીસે બીજી ટ્રકને પણ શોધી કાઢી હતી, જેમાં દવાની આડમાં દારૂનો જથ્થો હતો. 
અસલાલી પોલીસે બિયર તેમજ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો
અસલાલી પોલીસે દારૂ તેમજ બિયરની ૧૧,૬૪૬ બોટલો કબજે કરી છે, જેની કિંમત ૪૦.૧૬ લાખ રૂપિયા થાય છે. આ સિવાય ૧૮ લાખ રૂપિયાની દવા, ૪૦ લાખ રૂપિયાની બે ટ્રક સહિત આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સુનીલ ઉર્ફે મોનુ રાજપૂત, વિજય રાજપૂત, શુભમ પંડિત, ફરકાન અલી, નમન‌િસંગ સિંહાગ, બીજેન્દ્ર શર્મા, ગૌતમ ગુરખા અને જયકુમાર ત્રિવેદીની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ ઉત્તરાખંડ, હરીયાણા તેમજ અમદાવાદના રહેવાસી છે. 
દહેરાદૂનથી દવાનો સ્ટોક ભરૂચ આવવાનો હતો, પરંતુ હરીયાણા પહોંચ્યો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં આવેલી હેમા લેબોરેટરીઝ પ્રાઇવેટ ‌લિમટેડ નામની કંપની દવાઓ બનાવે છે, જેમાં ભરૂચની એક કંપનીએ દવાનો ઓર્ડર કર્યો હતો. દહેરાદૂનથી ૭૩ર કાર્ટન ભરીને ટ્રક ભરૂચ આવવાની નીકળી હતી. ટ્રક ભરૂચ પહોંચવાના બદલે હ‌િરયાણા પહોંચી ગઇ હતી, જ્યાંથી દારૂનો જથ્થો અમદાવાદ લાવવાનું કાવતરું ઘડાયું હતું. 
રૂપિયા લેવા માટે નમનસિંગ ફ્લાઈટમાં અમદાવાદ આવ્યો

હ‌િરયાણાથી દારૂ મોકલનાર માસ્ટમાઇન્ડ પ્રવીણના ઇશારે નમનસિંગ દારૂના રૂપિયા લેવા માટે ચંડીગઢથી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યો હતો. નમનસિંગ અમદાવાદમાં બીજેન્દ્ર શર્મા પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવા માટે આવ્યો હતો, જ્યાં પોલીસે બંનેને દબોચી લીધા હતા. દારૂનો જથ્થો અમદાવાદ પહોંચી ગયા બાદ નમનસિંગ રૂપિયા લેવા માટે ચંડીગઢની નીકળ્યો હતો. 

નમનસિંગ અમદાવાદ આવીને બુટલેગરોનાં નામ આપવાનો હતોઃ દારૂનો જથ્થો અમદાવાદમાં કોને આપવાનો હતો તે વાતની જાણ માત્ર હ‌િરયાણાના પ્રવીણ અને નમનસિંગને ખબર હતી. અમદાવાદમાં કયા બુટલેગરોને દારૂનો જથ્થો આપવાનો હતો તે માહિતી સિક્રેટ હતી, જેની જાણ નમનસિંગ બીજેન્દ્ર શર્માને કરવાનો હતો. દારૂ ગોડાઉનમાં ઉતારી દીધા બાદ ડ્રાઇવર એક ટ્રકમાં દવાનો સ્ટોક મૂકીને ભરૂચ જવા માટે રવાના થવાનો હતો. ગોડાઉનમાં માલ ઊતરી ગયા બાદ બુટલેગરોને દારૂ રિસીવ કરવા માટેના આદેશ હ‌િરયાણાથી આપવાના હતા. પોલીસે આરોપીઓના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું છે ત્યારે હવે અમદાવાદના કયા બુટલેગરો સંડોવાયેલા તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ