બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / DRINKING TOO MUCH TEA A DAY CAN BE DANGEROUS FOR YOUR PHYSICAL HEALTH

તમારા કામનું / વધારે માત્રામાં ચા પીવાની છે આદત, તો જરા આ વાંચી લેજો, નહીં તો હેલ્થને થશે સીધી આડ અસર

Vaidehi

Last Updated: 03:50 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ દિવસમાં વારંવાર ચા પીવો છો તો હવે ચેતી જજો કારણકે આવું કરવાથી તમે 4 મોટી શારીરિક તકલીફોને આમંત્રણ આપી રહ્યાં છો.

  • દરરોજ વધુ ચા પીવાથી થઈ શકે છે નુક્સાન
  • વધારે ચા પીવાથી એસિડ રિફ્લેક્શનની તકલીફ શરુ થઇ શકે છે
  • હદયને લગતી પણ બીમારીઓ થઈ શકે છે

સ્વાદ માટે અથવા તો ફ્રેશ થવા માટે દિવસમાં એકાદ વખત ચા પીવી નુક્સાનકારક નથી પરંતુ જો તમે દરરોજ મોટી માત્રામાં ચા પીવો છો તો તમને ચા ગંભીર નુક્સાન પહોંચાડી શકે છે. અહેવાલ મુજબ,ચામાં કેફિનની માત્રા વધારે હોય છે. જો તમે એક દિવસમાં અનેક કપ ચા પીઓ છો તો તમારી આ આદત અનેક બીમારીઓને આમંત્રિત કરી શકે છે. ચામાં કેફિનની સાથે ફ્લોરાઇડ અને ફ્લેવોનોઇડ હોય છે, જે હૃદયને લગતી બીમારીઓમાં વધારો કરે છો. તો આવો જાણીએ કે ચા પીવાથી શરીર પર શુ નુકશાન થાય છે. જાણો ચાની સાઈડ ઈફેક્ટ:

છાતીમાં બળતરાં અને માથાનો દુ:ખાવો
જો તમે વધુ ચા પીવો છો તો તમારી છાતીમાં બળતરાં થઈ શકે છે. ચામાં કેફીનની માત્રા ઘણી વધારે હોય છે જે શરીરમાં એસિડને ટ્રિગર કરે છે.માથાના દખાવાની ફરીયાદમાં આપણે ચા કે કોફી પીતા હોઇએ છીએ, પરંતુ જાણી લો કે વધારે ચા પીવાથી તમારા શરીર પર ખતરનાક પ્રભાવ પડી શકે છે. ઘણી વખત ચા પીવાથી માથાના દુખાવામાં ટ્રિગર થઇ શકે છે. 

અનિદ્રાની સમસ્યા
વધુ ચા પીવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. ઘણીવાર સાંજનાં સમયે વધુ ચા પી લેવાથી રાત્રે સરળતાથી નીંદર નથી આવતી હોતી. અનિદ્રાની સમસ્યાને લીધે શરીરમાં અન્ય અનેક તકલીફો આવી શકે છે અને હેલ્થ ખરાબ થઈ શકે છે. એટલું જ નહીં કેટલાકને તો સ્કિન સંબંધીત સમસ્યાઓ પણ શરૂ થઈ શકે છે.

દાંત પીળા થઈ શકે છે
વધુ ચા પીવાથી દાંત પીળા પડી શકે છે અને કેવિટીની સમસ્યા શરૂ થઈ શકે છે.  એક્સપર્ટસ્ કહે છે કે ચાનાં સેવનથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે કારણકે ચામાં રહેલ કેફીન શરીરથી પાણીને શોષી લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ