બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dr. Atul Chag suicide: Sessions court rejects anticipatory bail of MP Rajesh Chudasma's father, know the case
Vishal Khamar
Last Updated: 04:20 PM, 2 June 2023
ADVERTISEMENT
ગીર સોમનાથમાં ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ મામલે સાંસદ રાજેશ ચુડાસમાના પિતાએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે આજે કોર્ટે સાંસદ રાજેશ ચુડાસમાના પિતાના આગોતરા જામીન ફગાવ્યા હતા. ત્યારે વેરાવળ સેશન્સ કોર્ટે નારણ ચુડાસમાની અરજી ફગાવી હતી. ગઈકાલે આગોતરા જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જે મામલે આજે વેરાવળ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ર્ડા. ચગના આપઘાત મુદ્દે સાંસદ અને તેના પિતા પર આરોપ લાગ્યા છે.
ર્ડાક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
ર્ડાક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં 3 મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૃતકના દિકરા હિતાર્થની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ર્ડાક્ટર અતુલ ચગની સ્યુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ હતો.
ર્ડા. અતુલ ચગનાં પુત્રએ પોલીસ મથકે 3 મહિનાં પહેલા અરજી આપી હતી
વેરાવળ સીટી પોલીસે અતુલ ચગ આપઘાત મામલે અકસ્માતે મોત નં. 04/23 સી.આર.પી.સી. કલમ 174 તા. 12.02.2023 ના રોજ ફરિયાદ નોંધી હતી. ત્યારે ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે તા. 17.02.2023 નાં રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી. જે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન અરજી નં.-બી 43/ 2023 તા. 17.02.2023 થી નોંધાયેલ છે.
ર્ડા. અતુલ ચગને સાંસદ દ્વારા અપાતી હતા જાનથી મારી નાંખવાની ધમકી
મૃતક ર્ડા. અતુલ ચગનાં પુત્ર હિતાર્થે નોંધાવેલ ફરિયાદ મુજબ વર્ષ 2008 માં રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા દ્વારા કટકે-કટકે મારા પપ્પા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા જેટલી મોટી ઉછીની રકમ લઈ પરત આપી ન હતી. જેની મારા પપ્પા અવાર નવાર ઉઘરાણી કરતા મારા પપ્પાને જાનથી મારી નાંખવાની રાજેશ ચુડાસમા તેમજ નારણ ચુડાસમા ધમકી આપતા હતા. જેથી મારા પપ્પા ડરી જઈ હતપ્રત થઈ ગયા હતા. અને તા. 12.02.2023 નાં રોજ અમારા ઘરે છતમાં પંખા સાથે મફલર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.