બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / dont try to stop sneeze burp sleep hunger cough impact badly for your health

Health tips / આ 7 ચીજ રોકવી શરીર માટે બની શકે ઘાતક, ખૂબ જરુરી છે આવે ત્યારે તેનો નિકાલ કરવો સારો

Bijal Vyas

Last Updated: 01:05 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોજબરોજની ક્રિયાઓ છે જે આપણે રોજીંદા કરીએ છીએ પરંતુ તેમાં પણ તેને રોકવામાં આવે તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, આવો જાણીએ તે ક્રિયાઓ વિશે...

  • છીંકને રોકવાથી કાન અને સાઇનસની સમસ્યા થઇ શકે છે
  • તરસ લાગે તો તરત જ પાણી પી લેવુ જોઇએ
  • પેશાબ આવી રહી હોય તો તેને ના રોકવી જોઇએ

અત્યારની ભાગદોડની જીંદગીમાં દરેક વ્યક્તિ ખૂબ જ વ્યસ્ત બની ગઇ છે. તેની સાથે સાથે પોતાનો દેખાવ અને કોઇની સાથે હોય ત્યારે તો ખૂબ જ સોફિસ્ટીકેટેડ બને છે. તેના ચક્કરમાં પોતાની નેચરલ ક્રિયાને અવગણે છે. સામે વાળી વ્યક્તિ કંઇના વિચારે તે માટે થઇ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મુકે છે. એવી ઘણી વસ્તુઓ છે જે આપણે અન્ય વ્યક્તિના કારણે રોકી રાખતા હોઇએ છીએ. જેમ કે છીંક, ઊંઘ, ભૂખ, તરસ, બાથરુમ વગેરે....આ વસ્તુ રોકવાથી તમારા સ્વાસ્થ્ય પર નુકસાન થાય છે. આવો વિગતે જાણીએ...

1. ક્યારેય પણ છીંકને રોકવી ના જોઇએ. જ્યારે આપણે છીંકએ છીએ ત્યારે તેના દ્વારા નાકમાં ઘુસેલી ગંદકી બહાર આવી જાય છે. અમેરિકન જર્નરલ ઓફ ઓટોલર્યનોલોજી અનુસાર, છીંકને રોકવાથી કાન અને સાઇનસની સમસ્યા થઇ શકે છે. 

2. જો ખૂબ જ તરસ લાગે તો તરત જ પાણી પી લેવુ જોઇએ. તરસને રોકવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. 

જીવનભર સ્વસ્થ રહેવા મહિલાઓએ ડાયટમાં ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણી લો થશે ફાયદો |  Diet and Nutrition Tips for Women

3. જો ભૂખ લાગે તો તરત જ ખાઇ લેવુ જોઇએ. ભૂખને ક્યારેય પણ ઇગ્નોર ના કરવી જોઇએ. તેનાથી શરીર પર ખરાબ અસર પડે છે. 

4. ક્યારેય પણ ઊંઘને ના રોકવી જોઇએ. જો તમને ઊંઘ આવી રહી હોય અને પરાણે જાગવા કરતાં સુઇ જવુ સ્વાસ્થ્ય માટે વધુ હિતાવહ છે. 
હકીકતમાં શરીરને આરામની જરુર હોય છે. સુવાથી શરીરમાંથી ટોક્સિસ બહાર આવે છે. જેનાથી બોડી રિફ્રેશ થઇ જાય છે. 

5. આવતી ખાંસીને પણ ના રોકવી જોઇએ. જો લાંબા સમયથી ખાંસી આવી રહી હોય તો ડોક્ટરનો સંપર્ક કરી ઇલાજ કરાવો જોઇએ. 

વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો, એકવાર આ 4 ઉપચાર કરી લો તમારી આ સમસ્યા  થઈ જશે દૂર | frequent urine problem home remedies

6. જો પેશાબ આવી રહી હોય તો તેને ના રોકવી જોઇએ. તેનાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે. 

7. શરીરમાંથી સંકેત મળ્યા બાદ પણ તમે મળને આવતા રોકી રહ્યાં છો તો તે તમારા પેટ માટે ખૂબ જ મોટી મુશ્કેલી બની શકે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ