બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Politics / Don't see that level of tolerance I used to see in US and India: Rahul Gandhi to ex-US diplomat Nicholas Burns

નિવેદન / કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ ઉછાળ્યો અસહિષ્ણુતાનો મુદ્દો, કહ્યું 'વિભાજન કરનારા પોતાને રાષ્ટ્રવાદી કહે છે'

Parth

Last Updated: 12:42 PM, 12 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞો સાથે સંવાદ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ પૂર્વ ગવર્નર રઘુરામ રાજન તથા બજાજ સાથે ચર્ચા દરમિયાન આપેલા નિવેદન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે આજે અમેરિકાના પૂર્વ ર્વ એમ્સેડર નિકોલસ બર્ન્સ સાથે ચર્ચામાં રાહુલે અસહિષ્ણુતા જેવા મુદ્દા ઉછાળીને વધુ એક વિવાદને જન્મ આપ્યો છે. રાહુલ ગાંધીએ આડકતરી રીતે સરકાર પર નિશાન તાકતા કહ્યું કે તેમને ભારત અને અમેરિકા બન્ને દેશમાં પહેલા જેવી સહિષ્ણુતા નથી દેખાતી.

  • કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધીએ કર્યો સંવાદ 
  • જે લોકો દેશને નબળો કરી રહ્યા છે તે પોતાને રાષ્ટ્રવાદી કહીને સંબોધિત કરે છે : રાહુલ 
  • ચીન અને રશિયા મોટો પડકાર : નિકોલસ બર્ન્સ 

વિભાજનથી દેશ નબળો થાય છે : રાહુલ ગાંધી 

દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના વાયરસ સંકટ મુદ્દે વિવિધ નિષ્ણાતો સાથે સંવાદ કરી રહ્યા છે. આ જ મુદ્દે રાહુલ ગાંધીએ આજે અમેરિકાના પૂર્વ એમ્સેડર નિકોલસ બર્ન્સ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપતા કહ્યું કે વિભાજનથી દેશ નબળો થાય છે પરંતુ વિભાજન કરતા લોકો તેને એક તાકાતના રૂપે પ્રસ્તુત કરે છે. દેશના પાયાને નબળું કરી રહેલા આ લોકો પોતાને રાષ્ટ્રવાદી કહીને સંબોધિત કરે છે. 

 

જ્યારે બર્ન્સે કહ્યું કે આપણા દેશ સામે કોઈ પડકાર હોય તો તે ચીન અને રશિયા જેવા દેશ છે. આપણે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ આત્મસુરક્ષા એ આપણી ફરજ છે. 

મનમોહનસિંહના કાર્યકાળને કર્યો યાદ 

ચર્ચા દરમિયાન બર્ન્સે મનમોહન સિંહનાં કાર્યકાળને ન યાદ કર્યો. તેમણે કહ્યું કે અમે જ્યારે મનમોહનસિંહ સાથે કામ કરતા હતા ત્યારે બંને દેશો વચ્ચે વેપાર અને સૈન્ય મુદ્દે કામ થતું હતું. પરંતુ હવે ફરીથી સમય આવી ગયો છે કે આપણે ફરીથી સાથે આવવું પડશે અને લોકોને આઝાદી આપવી પડશે. અમે ચીનથી યુદ્ધ નથી લડી રહ્યા પરંતુ આ વિચારોની જંગ છે. 

રાહુલ ગાંધીએ અસહિષ્ણુતા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા

રાહુલ ગાંધીએ આ ચર્ચામાં અસહિષ્ણુતા જેવા મુદ્દાઓને ઉઠાવ્યા. રાહુલે કહ્યું કે ભારત અને અમેરિકા બંને સહિષ્ણુ દેશ છે, કોઈ પણ વિચારનું સન્માન કરે છે પરંતુ અત્યારે બન્ને દેશ અત્યારે આ મુદ્દે તકલીફોનો સામનો કરી રહ્યા છે. જેના જવાબમાં બર્ન્સે કહ્યું કે ચીન જેવા દેશો કરતા તો અમે ખૂબ સારા છે કારણ કે અત્યારે દરેક શહેરમાં પ્રદર્શન થઇ રહ્યા છે જે લોકતંત્રમાં ખૂબ મહત્વના છે. 

પહેલી જેવી સહિષ્ણુતા દેખાતી : રાહુલ 

નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન આડકતરી રીતે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમે ખુલા વિચાર ધરાવતા લોકો છીએ પરંતુ હવે તે બધું ગાયબ થઇ ગયું છે જે ખૂબ જ દુઃખદ છે. બંને દેશમાં જેવી સહિષ્ણુતા પહેલા હતી તેવી હવે નથી દેખાતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ