બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Dont drink water after eating fruits, it can damage your health

હેલ્થ / આ ફળો ખાઈને જો જો પાણી ન પીતાં, શરીરનું પીએચ લેવલ બગડી જશે, આ સમસ્યાઓથી પીડાશો

Vaidehi

Last Updated: 08:05 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ ફળો ખાધા પછી પાણી પીવો છો અથવા પાણીવાળો ફ્રૂટ જ્યુસ પીઓ છો? તો ચેતી જજો! આવું કરવાથી શરીરને થઈ શકે છે ગંભીર નુક્સાન.

  • આયુર્વેદમાં આપેલી છે ફળો ખાવાની પદ્ધતિ
  • ફળો ખાધા પછી પાણી પીવાની હોય છે મનાઈ
  • શરીરનું PH લેવલ બગડી શકે છે

આયુર્વેદમાં ફળો ખાધા પછી પાણી પીવાની મનાઇ ફરમાવાઇ છે. આવું એટલે કેમ કે ફળોમાં રહેલી નેચરલ મીઠાશ કે ફ્રૂકટોઝ પાણી સાથે મિક્સ થઇને અનેક તકલીફો વધારી શકે છે. આ ઉપરાંત જ્યૂસી ફળોનો રસ પાણી સાથે મિક્સ થઇને શરીરનું પીએચ લેવલ બગાડી શકે છે. આ ફળો ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીતાં.

દાડમ: આયુર્વેદ અનુસાર દાડમ ખાધા પછી પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત આમ કરનારી વ્યક્તિને પેટના દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે.

કેળાં: તમે ઘણી વાર વડીલોના મોઢે સાંભળ્યું હશે કે નાનાં બાળકોએ કેળાં ખાઇને પાણી ન પીવું જોઇએ. આમ કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને વ્યક્તિનું પેટ ફૂલી જાય છે.

જામફળ: જામફળ ખાધા પછી તો ભૂલથી પણ પાણી ન પીવું જોઇએ, નહીં તો પાચનતંત્ર બગડી શકે છે. જામફળ ખાવાનો પણ એક સમય હોય છે, તે રાતના સમયે ન ખાવાં જોઇએ.

ખાટાં ફળો: ખાટાં ફળો ખાવાથી તમારી ઇમ્યુનિટી મજબૂત થાય છે, પરંતુ જો તમે તેવાં ફળો ખાધા બાદ તરત પાણી પી લો છો તો તમારા બોડીનું પીએચ લેવલ બગડી શકે છે, જેની અસર તમારા પાચન પર પડવાથી આ ફળ સરળતાથી પચતાં નથી અને એસિડિટીનું કારણ બને છે. સંતરાં, મોસંબી, આંબળાં જેવાં ખાટાં ફળોનું સેવન કર્યા બાદ પાણી ન પીવું જોઇએ.

તરબૂચ: ગરમીના દિવસોમાં તમારા પાચન અને બોડીને હાઇડ્રેટ રાખવાની જવાબદારી તરબૂચની હોય છે. જો તમે તરબૂચ ખાધા બાદ પાણી પી લીધું તો તે ફળ તમારી પાચનક્રિયાને ખરાબ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ