બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Donation of these things takes away the happiness and prosperity of the house

જરૂરી વાત / ઘરની સુખ-સમૃદ્ધિ છીનવી લે છે આ વસ્તુઓનું દાન, પુણ્યની જગ્યાએ બની જશો પાપના ભાગીદાર

Arohi

Last Updated: 06:25 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ હંમેશા સમજી વિચારીને દાન કરવું જોઈએ. કેટલીક વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ પુણ્યનો નહીં પણ પાપનો ભાગીદાર બને છે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે દાનનું મહત્વ 
  • અમુક વસ્તુઓના દાનથી બનાય છે પાપમાં ભાગીદાર 
  • વ્યક્તિએ હંમેશા કરવું જોઈએ સમજી વિચારીને દાન

હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. દાનને પુણ્યનું કાર્ય ગણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે દાન કરવાથી ભગવાનની કૃપા બની રહે છે અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિએ હંમેશા સમજી વિચારીને દાન કરવું જોઈએ. કેટલીક વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ પુણ્યનો નહીં પણ પાપનો ભાગીદાર બને છે.

લોખંડનો સામાન
જ્યોતિષમાં જણાવ્યા અનુસાર લોખંડનું દાન કરવાથી વ્યક્તિ પર મુશ્કેલીઓનો પહાડ તુટી પડે છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

લોખંડનો સંબંધ શનિદેવ સાથે કહેવાય છે. લોખંડમાં શનિ ભગવાનનો વાસ છે. એવું કહેવાય છે કે જો કોઈને લોખંડની વસ્તુઓ દાન કરવામાં આવે તો શનિદેવ ક્રોધિત થાય છે.

કાળા તલ 
વૈદિક શાસ્ત્રો અનુસાર કાળા તલનો સીધો સંબંધ રાહુ અને કેતુ સાથે છે. તેની સાથે જ શનિદેવ સાથે કાળા તલનો સંબંધ પણ જણાવવામાં આવે છે. જ્યોતિષમાં તલનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. 

પરંતુ કાળા તલનું દાન કરવાની મનાઈ કરવામાં આવી છે. કહેવાય છે કે કાળા તલનું દાન કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેની સાથે વ્યક્તિને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે.

મીઠાનું દાન 
મીઠાનું દાન વ્યક્તિને ઋણી બનાવે છે. જ્યોતિષમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠું દાન ન કરો. મીઠું દાન કરવાથી વ્યક્તિએ શનિની સાડેસાતીનો સામનો કરવો પડે છે. ઉપરાંત વ્યક્તિ ધીરે ધીરે દેવામાં ડૂબી જાય છે.

માચીસ
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે. તેવી જ રીતે કેટલીક વસ્તુઓનું દાન વ્યક્તિને મુશ્કેલીમાં લઈ જાય છે. આમાંથી એક છે માચીસનું દાન.

એવું કહેવાય છે કે જો તમે ભૂલથી પણ કોઈને માચીસની લાકડીઓ દાન કરી દો છો તો તેનાથી પરિવારની શાંતિમાં ખલેલ પહોંચે છે. અને પરિવારમાં કોઈ કારણ વગર ઝઘડા થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ