બ્રેકિંગ ન્યુઝ
આપણી લાગણી કે ભાવના આધારે શરીરનો રંગ બદલાય ખરો?
ADVERTISEMENT
શું શરીરનો રંગ ખરેખર ભાવનાઓ અનુસાર બદલાય! આ અંગે શું કહે છે નવું સંશોધન

ADVERTISEMENT
તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગુસ્સામાં વ્યક્તિનો ચહેરો લાલ થઈ ગયો. શરમથી તેનો ચહેરો ગુલાબી થઈ ગયો. ડરથી ચહેરો ફિક્કો પડી ગયો. શું ખરેખર લાગણીઓ અનુસાર આપણો ચહેરા રંગ બદલે છે? આવો જણાવીએ શું હકીકત છે.
ADVERTISEMENT
તાજેતરમાં PNAS જર્નલમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટમાં આપણા શરીરનો રંગ અને તાપમાન લાગણીઓ અનુસાર કેવી રીતે બદલાય છે. તેના અંગેનું સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ 701 લોકો પર અભ્યાસ કર્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંશોધન થકી. ભવિષ્યમાં માનસિક બીમારીથી પીડિત લોકોની સારવારમાં મદદ મળશે.
સંશોધન દરમિયાન 701 લોકોને અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પછી તેઓને વિવિધ લાગણીઓ સભર વાર્તાઓ કહેવામાં આવી હતી. સાથે ફિલ્મો પણ બતાવવામાં આવી અને ચહેરાના વિવિધ હાવભાવ પણ બતાવવામાં આવ્યા હતા. જેના આધારે તેમની અંતર થઈ રહેલા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે શરીર વિવિધ લાગણીઓની અસરમાં હોય છે, ત્યારે શરીરમાં વિવિધ પ્રકારના ફેરફારો થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે, ત્યારે તેની ચાલ હળવી થઈ જાય છે અને એક્સાઇટમન્ટ વધુ જોવા મળે છે. હૃદયના ધબકારા વધી જાય છે. જ્યારે બેચેની કે ડરમાં શરીર સુક્ષ્મ રીતે ધ્રૂજવા થવા લાગે છે. હાથમાં પરસેવો થાય છે. જ્યારે તણાવમાં હોવ અથવા એકાગ્રહ હોવ ત્યારે તે સમયે જો કોઈ તમને ખલેલ પહોંચાડે તો તમે ચિડાઈ જાઓ છો. માથાના ભાગમાં દુખાવો થવા લાગે છે.
ADVERTISEMENT
આમ જુદી જુદી લાગણી અને હાવભાવનું સંશોધન કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સંશોધન આગામી સમય માનસીક રીતે બિમાર લોકોના વર્તનને સમજવા મદદરૂપ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.