બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Does Virat Kohli really have only one T-shirt of Team India Explained

સ્પોર્ટ્સ / ના હોય! શું ખરેખર વિરાટ કોહલી પાસે ટીમ ઇન્ડિયાની છે માત્ર એક જ ટીશર્ટ! કર્યો ખુલાસો

Kishor

Last Updated: 04:00 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી પોતાની પ્રિય જર્સીને ફ્રેમ કરાવી છે. આ જર્સી ખાસ એટલા માટે છે કે તે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી તે વખતે તેમને આ ટીશર્ટ આપવામાં આવ્યું હતું.

  • વિરાટ કોહલીના ઘરે ટીમ ઇન્ડિયાની માત્ર એક જ જર્સી
  • વિરાટે પોતાની પ્રિય જર્સીને કરાવી છે ફ્રેમ 
  • પ્રથમ ટેસ્ટ સદી ફટકારી ત્યારે વિરાટને પહેરાવાઈ હતી આ ટીશર્ટ 

વિરાટ કોહલીએ ખુલાસો કર્યો છે કે તેની પાસે ટીમ ઇન્ડિયાની માત્ર એક જ જર્સી છે જે તેઓએ પોતાના ઘરે ફ્રેમ કરાવી છે. વિરાટે ઘરે રાખેલી જર્સી ટેસ્ટ ક્રિકેટની જર્સી છે. આ જર્સી વિરાટને ખુબ જ પસંદ છે અને તેમના દિલની ખૂબ નજીક હોવાનો દાવો કરાઈ રહ્યો છે. વિરાટે જણાવ્યું કે તેઓએ પોતાની પ્રિય જર્સી જે ફ્રેમ કરાવી છે. આ મામલે તેમણે ફોડ પણ પાડ્યો હતો કે આ જર્સી ખાસ એટલા માટે છે કે તે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી એ વખતે પહેરી હતી. 

આજે ઓસ્ટ્રેલીયા સામે વિરાટ કોહલી બનાવી શકે છે આ મહારેકોર્ડ, કોઈપણ ભારતીય  ક્રિકેટર આવુ નથી કરી શક્યો | virat kohli can complete eleven thousand score  in his t20

116 રનથી ઇનિંગ્સ રમી હતી
વિરાટ કોહલીએ જણાવ્યું કે તેમની આ ટેસ્ટ જર્સી પર સચિન ટેન્ડુલકરે સહી કરી છે અને તે તેમના માટે ખુબ જ ખાસ વાત છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ પોતાની પ્રથમ ટેસ્ટ સદી 2012માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડમાં ફટકારી હતી. ત્યારે 116 રનથી ઇનિંગ્સ રમી હતી. 

9 વર્ષ બાદ Asia Cupમાં વિરાટ કોહલીની એન્ટ્રી, આ મોટો રેકોર્ડ હશે દાવ પર,  જાણો શું virat kohli will play odi format asia cup after 9 long year

અત્યાર સુધીમાં 29 ટેસ્ટ સદી ફટકારી 
નોંધનિય છે કે વિરાટ કોહલી અનેક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરી ચૂક્યા છે કે તેઓને ટેસ્ટ ક્રિકેટ ખુબ જ પસંદ છે. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 29 ટેસ્ટ સદી ફટકારી ચૂક્યા છે. સાથે જ વન ડેમાં તેમના નામ 46 સદી છે. ટી20માં પણ તેમના નામે એક સદી છે. ત્યારે તેમણે આ ટીશર્ટ અંગે પણ ખુલાસો કરી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ