બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Doctor Vasant Patel of Ahmedabad challenged Dhirendra Shastri

ખુલ્લો પડકાર / ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવે તે પહેલા વધુ એક ચેલેન્જ, ડૉક્ટરે કહ્યું કે તેમનામાં શક્તિ હોય તો દર્દીઓના દુ:ખ દૂર કરે

Malay

Last Updated: 09:05 AM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના ડોક્ટર વસંત પટેલે કહ્યું કે, 'બાબા બાગેશ્વરમાં કોઈ શક્તિ કામ કરતી હોય તો કેન્સર-કિડનીના દર્દીઓના દુઃખ દૂર કરે.'

 

  • બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ એક ચેલેન્જ
  • ડૉક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો
  • કેન્સર-કિડનીના દર્દીઓના દુ:ખ દૂર કરવા ચેલેન્જ 
  • કાર્યક્રમ પહેલા જ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે વિરોધના સૂર ઉઠ્યા

ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના લોકદરબાર પહેલા જ વિરોધના સૂર ઊઠ્યા છે. રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર મળ્યો છે.. અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી કહ્યું કે, 'જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના દર્દીઓના દુ:ખ કરે.' મહત્વનું છે કે ગઇકાલે રાજકોટના સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ ડ્રગ્સ મુદ્દે બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો હતો અને રૂપિયા 5 લાખના ઈનામની જાહેરાત પણ કરી હતી.

રાજકોટ બાદ અમદાવાદમાં પડકાર 
રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. અમદાવાદના ડૉક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. ડૉ.વસંત પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ચેલેન્જ આપી છે. ડૉ.વસંત પટેલે જણાવ્યું છે કે, તેમનામાં કોઈ શક્તિ કામ કરતી હોય તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુઃખ દૂર કરે.

ડૉ.વસંત પટેલ, અમદાવાદ

બાબા બાગેશ્વરને રાજકોટમાંથી મળ્યો પડકાર 
ગઈકાલે રાજકોટના સહકારી અગ્રણીએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી હતી. ફેસબુક પર પોસ્ટ મૂકીને પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર્યા હતા. પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જો તેઓ જણાવશે તો હું 5 લાખનું ઈનામ આપીશ' સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની ફેસબુક પોસ્ટે રાજકોટમાં ભારે ચર્ચા જગાવી છે. 

પુરુષોત્તમ પીપળીયા

દેશહિતમાં બાબાએ આ જાહેર કરવું જોઈએઃ પુરુષોત્તમ પીપળીયા
પુરુષોત્તમ પીપળીયાએ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો આ બાબાઓ આટલું બધું જાણતા હોય તો દેશહિતમાં તેમણે જાહેર કરવું જોઈએ. આ તો દેશનો પ્રશ્ન છે. ઘણા યુવકો ડ્રગ્સના રવાડે ચડે છે. આવી સ્થિતિમાં બાબાઓએ આગળ આવવું જોઈએ અને આ ડ્રગ્સ કોણ મંગાવે છે, ક્યાંથી આવે છે, આની પાછળ કોણ-કોણ છે આ બધુ જાહેર કરવું જોઈએ. 

હું યુવાધનને બચાવવા માટે આગળ આવ્યો છુંઃ પુરુષોત્તમ પીપળીયા
તેમણે જણાવ્યું હતું કે, 'મે આ વિવાદ નહીં પરંતુ વાસ્તવિકતા જ કહી છે, સોશિયલ મીડિયા મારફતે મે બાબાને ચેલેન્જ આપી છે. અંધશ્રદ્ધાના કારણે ભવિષ્યની પેઢીને નુકસાન થશે. હું યુવાધનને બચાવવા માટે આગળ આવ્યો છું. બાબા મને જવાબ આપશે તો હું તેમનું મંદિર બનાવીશ. ડ્રગ્સ વિશે બાબાએ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ આપવો જોઈએ. તાંત્રિક વિદ્યા અને અંધશ્રદ્ધાથી હું દૂર છું. હું ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં જવાનો છું.'

હિન્દુઓને ટારગેટ કરવાનું કામ... ' રામચરિતમાનસ વિવાદ પર બાબા બાગેશ્વરે  આપ્યું મોટું નિવેદન I Bageshwar dham baba said on ramcharitmanas controversy

1 અને 2 જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ