બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Do not open the closed doors of the Taj Mahal: After the High Court, the Supreme Court also rejected the petition

તાજમહેલ વિવાદ / નહીં ખૂલે તાજમહેલના બંધ દરવાજા: હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી, જાણો શું છે વિવાદ

Priyakant

Last Updated: 12:47 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આ અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે , અરજદારે જઈને ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ

  • સુપ્રીમ કોર્ટે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવાની માંગ કરતી અરજીને ફગાવી 
  • આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે પણ આ અરજી ફગાવી હતી 
  • અરજી જાહેર હિતને બદલે પ્રસિદ્ધિ માટે દાખલ કરવામાં આવી હોવાનું જણાય છે: સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે આજે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આ અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે , અરજદારે જઈને ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા કહ્યું કે, હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લીધો છે. આ અરજી જાહેર હિતને બદલે પ્રસિદ્ધિ માટે દાખલ કરવામાં આવી હોવાનું જણાય છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી અરજીને ફગાવી દેવાયા બાદ અરજદારના વકીલ રુદ્ર વિક્રમ સિંહે કહ્યું કે, આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ તેને ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે. રૂમ ખોલવાની માંગણી માટે કોઈપણ ઐતિહાસિક સંશોધનની જરૂર છે, અમે રિટ પિટિશન પર ધ્યાન આપી શકતા નથી, આ અરજી ફગાવી દેવામાં આવે છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને એમએમ સુંદરેશની બેન્ચે આ અરજીને "જાહેર હિતની અરજી" ગણાવીને ફગાવી દીધી હતી. બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જેણે માર્ચ 2022માં અરજદારની અરજીને ફગાવી દીધી હતી. આ સાથે અરજદારે તાજમહેલના વાસ્તવિક ઇતિહાસનો અભ્યાસ કરવા અને વિવાદને શાંત કરવા અને સ્પષ્ટ કરવા માટે ફેક્ટ-ફાઇન્ડિંગ સમિતિની રચના કરવાની માંગ કરી હતી.

મહત્વનું છે કે, દાખલ કરવામાં આવેલી અરજીમાં તાજમહેલમાં હાજર 22 રૂમને ખોલવાની માંગ કરવામાં આવી છે. તેના પરથી જાણી શકાય છે કે, તેમની અંદર કોઈ દેવી-દેવતાની મૂર્તિ કે શિલાલેખ છે કે નહીં. તાજમહેલના આ 22  રૂમ ઘણા દાયકાઓથી બંધ છે. ઈતિહાસકારોના મતે એવું કહેવાય છે કે મુખ્ય સમાધિ અને ચમેલીના માળની નીચે 22 રૂમ છે, જે હજુ પણ બંધ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ