બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do acupressure on this part of the foot: sleep will come immediately

સ્વાસ્થ્ય / પગના આ ભાગ પર કરો એક્યુપ્રેશર: તરત જ આવી જશે ઊંઘ, ડૉક્ટરે આપી ખાસ ટિપ્સ

Pooja Khunti

Last Updated: 09:51 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પગની ઘૂંટીની ઉપર એક ખાસ બિંદુ છે. જેને SP6 એટલે કે એક્યુપ્રેશર પોઈન્ટ કહેવામાં આવે છે. આ બિંદુ પર એક મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાથી થોડીવારમાં તમને ગાઢ ઊંઘ આવી જશે.

  • ઘણા લોકોને જલ્દી ઊંઘ આવતી નથી
  • તમારા પગની ઘૂંટીની ઉપર એક ખાસ બિંદુ છે
  • જેને એક્યુપ્રેશર પોઈન્ટ કહેવામાં આવે છે

ઘણા લોકોને જલ્દી ઊંઘ આવતી નથી. દિવસ આખો જાગ્યા અને કામ કર્યા પછી પણ ઘણા લોકોને ઊંઘવામાં સમસ્યા થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ તમારા પગની ઘૂંટીની ઉપર એક ખાસ બિંદુ છે. જેને SP6 એટલે કે એક્યુપ્રેશર પોઈન્ટ કહેવામાં આવે છે. આ બિંદુ પર એક મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાથી થોડીવારમાં તમને ગાઢ ઊંઘ આવી જશે.

આ રીતે મસાજ કરો 
આ માટે તમારે ટિબિયાના હાડકાની પાછળ અને પગની ઘૂંટીની ઉપર ચાર આંગળીની પહોળાઈ છોડવી પડશે. ત્યારબાદ ચોથી આંગળીની બરાબર ઉપર એક આંગળીની મદદથી હળવો મસાજ કરવો પડશે. 

હળવું દબાળ 
એક ખાનગી અહેવાલ મુજબ ડોક્ટરે જણાવ્યું છે કે, SP6 પોઈન્ટ પર હળવું દબાળ લાગુ પડતાં જ શરીર હળવાશ અનુભવે છે. તેનાથી ઊંઘમાં લાગતો સમય ઓછો થઈ જાય છે. 

વાંચવા જેવું: એકાએક બ્લડપ્રેશર વધી જાય તો શું કરવું? બસ રોજ સવારે ઉઠીને આ 3 કામ કરજો, બીપી કંટ્રોલમાં

ઉર્જાનો પ્રવાહ 
લગભગ 1 મિનિટ માટે SP6 પોઈન્ટ પર લાગુ દબાળ શરીરમાં ઊર્જાના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

ઊંઘને અટકાવતા પરિબળો દૂર થઈ જાય છે
જ્યારે શરીરમાં ઉર્જા યોગ્ય રીતે નિયંત્રિત થાય છે ત્યારે ઊંઘને અટકાવતા પરિબળો દૂર થઈ જાય છે. આનાથી તમને થોડી જ વારમાં ગાઢ નિંદ્રા આવી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ