બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / DK Shivkumar deputy CM, Will be chairman of Karnataka Congress till 2024

રાજનીતિ / સોનિયા ગાંધીનાં હસ્તક્ષેપ બાદ કર્ણાટકનું કોકડું ઉકેલાયુ! ડેપ્યુટી CM પદની સાથે-સાથે ડીકે શિવકુમારને આપવામાં આવ્યો છે આ મોટો ટાર્ગેટ

Vaidehi

Last Updated: 05:10 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં નવા CM તરીકે સિદ્ધારમૈયાનાં નામ પર મહોર લગાવવામાં આવી છે જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી CM ની સાથે વધુ એક પાવર પણ આપવામાં આવ્યો છે.

  • સોનિયા ગાંધીનાં હસ્તક્ષેપ બાદ લેવાયો નિર્ણય
  • ડેપ્યુટી CMનાં પદની સાથે ડીકેને મળશે વધુ એક પાવર
  • 2024 સુધી કર્ણાટક કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે શિવકુમાર યથાવત

કર્ણાટકમાં ચાર દિવસમાં મહામંથન બાદ CMનાં નામ પર મહોર લગાવવામાં આવી છે. કોંગ્રેસનાં સીનિયર નેતા સિદ્ધારમૈયાને કર્ણાટકનાં મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યાં છે જ્યારે ડીકે શિવકુમાર ડેપ્યુટી CM તરીકેની ભૂમિકા ભજવશે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગુરુવારે 18 મેનાં રોજ પ્રેસ કોન્ફેરેન્સમાં માહિતી આપી કે રાજ્યમાં કેવળ એક જ ડેપ્યુટી CM રહેશે અને એ પણ ડીકે શિવકુમાર. ડેપ્યુટી CM સિવાય પર શિવકુમારને વધુ એક પાવર આપવામાં આવ્યો છે. તમામ નવા મંત્રીઓ 20મેનાં રોજ શપથ લેશે.

સોનિયા ગાંધીએ આપ્યો વધુ એક પાવર
માહિતી અનુસાર સોનિયા ગાંધીનાં હસ્તક્ષેપ બાદ ડીકે શિવકુમાર ડેપ્યુટી CMનાં પદનો સ્વીકાર કરવા માટે માની ગયાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ જ શિવકુમારને વધુ એક પાવર આપ્યો છે અને એ છે કોંગ્રેસનાં અધ્યક્ષ પદને સંભાળવાનું. ડીકે શિવકુમાર 2024 સુધી કર્ણાટક કોંગ્રેસનાં અધ્યક્ષ રહેશે એટલે કે આવનારી લોકસભા ચૂંટણી સુધીપાર્ટીની કમાન ડીકે શિવકુમારની પાસે જ રહેશે.

બેઠકો વચ્ચે સોનિયા ગાંધીની એન્ટ્રી 
લગભગ ચાર દિવસથી ચાલી રહેલ બેઠકોનો આ રાઉન્ડ આખરે બુધવારે મોડી સાંજે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તક્ષેપથી સમાપ્ત થયો હો. મહત્વનું છે કે, સોનિયા ગાંધી હાલ શિમલામાં છે.. સૂત્રોનું માનીએ તો તેમણે ડીકે શિવકુમાર સાથે ત્યાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રણદીપ સુરજેવાલા પણ હાજર હતા.

કોંગ્રેસનાં CM પદનાં આ નિર્ણય પાછળનાં શક્ય કારણો:

CM તરીકે સિદ્ધારમૈયાનો કાર્યકાળ
સિદ્ધારમૈયા કર્ણાટકનાં મુખ્યમંત્રી પહેલા પણ રહી ચૂક્યાં છે. તે 1978માં ડી.દેવરાજ અર્સ બાદ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારાં એકમાત્ર CM છે.

સિદ્ધારમૈયાની લોકપ્રિયતા
એક નેતા તરીકે કર્ણાટકમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા છે. તેઓ કર્ણાટકનાં પ્રમુખ OBC સમૂહનાં કુરૂબાથી આવે છે. જ્યારે ડીકે શિવકુમારનો પ્રભાવ દક્ષિણી કર્ણાટક અને વોક્કાલિગા સમુદાય સુધી જ સીમિત છે.

ધારાસભ્યોનો સપોર્ટ
પાર્ટીનાં મોટાભાગનાં ધારાસભ્યો સિદ્ધારમૈયાનાં CM બનવાનાં સમર્થનમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આશરે 90 ધારાસભ્યો તેમની તરફેણમાં હતાં.

શિવકુમારની સામે ભ્રષ્ટાચારનો કેસ
ડીકે શિવકુમારની સામે ટેક્સ ચોરી અને મની લોન્ડેરિંગનાં કેસ નોંધાયેલા છે. તેમાં મની લોન્ડેરિંગનાં આરોપમાં EDની ચાર્જશીટ અને આવકથી વધારે સંપત્તિનાં મામલામાં CBIની તપાસ પણ શામેલ છે. 2019માં ડીકે મની લોન્ડેરિંગનાં મામલામાં જેલમાં પણ ગયાં હતાં.

સિદ્ધારમૈયાની છેલ્લી ચૂંટણી
સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ તેમની છેલ્લી ચૂંટણી રહેશે આ બાદ તેઓ રાજનીતિથી સંન્યાસ લઈ લેવાનાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ