બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Diwali gift to Gujarat jailers: The state government has given an allowance of Rs. 13.22 crore increase, see who benefits

ગુડ ન્યુઝ / ગુજરાતના જેલકર્મીઓને દિવાળી ભેટ: રાજ્ય સરકારે ભથ્થામાં કર્યો રૂ. 13.22 કરોડનો વધારો, જુઓ કોને કેટલો ફાયદો

Vishal Khamar

Last Updated: 05:40 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 નાં જેલકર્મીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જેલ સહાયક, હવલદાર, સુબેદાર, જેલ સિપાહીનાં પગારમાં વધારાની ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે.

  • રાજ્ય સરકાર દ્વારા જેલકર્મીઓને દિવાળી ભેટ
  • જેલ સહાયકનાં પગારમાં વધારાની ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કરાઈ જાહેરાત
  • ભથ્થામાં રૂપિયા 13.22 કરોડનો વધારો કરવામાં આવ્યો 

આજે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પૂર્વે જેલ ખાતાનાં કર્મયોગીઓને અનુપમ ભેટ આપી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂા. 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગનાં વર્ગ-3 નાં કર્મચારીઓનાં ભથ્થામાં માતબર વધારોનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગનાં કર્મચારીઓને દિવાળી ભેટ આપવામાં આવી રહી છે. થોડા સમય પહેલા જ રાજ્ય સરકારનાં વર્ગ-4 નાં કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ એસટીમાં ફીક્સ પગારનાં કર્મચારીઓને 30 ટકા પગાર વધારો આપવાની જાહેરાત કરાઈ હતી.

જેલ સહાયકના પગારમાં વધારાની ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરાઈ જાહેરાત 
રાજ્ય સરકાર દ્વારા ફીક્સ પગારનાં જેલ સહાયકને હવે રૂા. 3500, જેલ સિપાહીને રૂા. 4000,  હવલદારને રૂા. 4500 અને સુબેદારને રૂા. 5000 નું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થાની જાહેરાત કરાઈ હતી.  તેમજ ફિક્સ પગારનાં કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા રૂા. 150 માં વધારો કરીને રજા પેટે રૂા. 665 ચૂકવાશે.

એસટીના ફિક્સ પગારના કર્મચારીઓને 30% પગાર વધારો
થોડા સમય પહેલા જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી વિભાગનાં કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો.  રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.  

Gujarat government gave Diwali gift to these employees, they will get 7 thousand bonus, employees of the corporation will...

રાજ્ય સરકારના વર્ગ 4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ
મળતી માહિતી મુજબ, રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૭૦૦૦ ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અદાજે ૨૧,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ