બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / diwali 2023 single mistakes on diwali can effect your bank balance money

માન્યતા / Diwali 2023: જો-જો દિવાળીએ આ 7 ભૂલ કરતા, નહીં તો બેંક બેલેન્સને થઇ શકે છે ભારે નુકસાન

Arohi

Last Updated: 08:50 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: દિવાળી પર અમુક ભુલો તમને ભારે પડી શકે છે. તેના કારણે તમારા બેંક બેલેન્સ પર પણ અસર પડી શકે છે. એવામાં દિવાળીના દિવસે 7 ભૂલો ક્યારેય ન કરતા.

  • દિવાળી પર ન કરતા આ 7 ભૂલો
  • નહીં તો બેંક બેલેન્સને થઈ શકે છે નુકસાન 
  • અમુક ભુલો તમને પડી શકે છે ભારે 

આ વખતે દિવાળીનો તહેવાર 12 નવેમ્બર એટલે કે આજે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. દિવાળીની સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની સંયુક્ત પૂજાથી ધનધાન્યમાં વૃદ્ધિ થાય છે. દિવાળીના દિવસે અમુક ભૂલો કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 

મોડા સુધી સુઈ રહેવું 
દિવાળીના દિવસે સવારે મોડા સુધી સુઈ ન રહેવું જોઈએ. ઉઠીને જલ્દી સ્નાન અને પૂજા-પાઠ કરવો જોઈએ. દિવાળીના દિવસે નખ કાપવા, શેવિંગ કરવા જેવા કાર્ય ન કરવા જોઈએ. 

મૂર્તિઓના ક્રમ 
દિવાળી પૂજામાં મૂર્તિઓને નિશ્ચિત ક્રમમાં મુકવી જરૂરી છે. જમણેથી ડાબે ભગવાન ગણેશ, લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુ, માતા સરસ્વતી અને માતા કાળીની મૂક્તિઓ મુકો. 

પૂજા વખતે અવાજ કરવો 
લક્ષ્મીજીની પૂજામાં ક્યારેય પણ તાલિયો ન વગાડવી જોઈએ. આરતી વધારે મોટા અવાજમાં ન કરવી જોઈએ. કહેવાય છે કે માતા લક્ષ્મી વધારે અવાજથી રીસાઈ જાય છે. 

અસ્તવ્યસ્ત ઘર
દિવાળીની પૂજા બાદ રૂમને અસ્તવ્યસ્ત ન રાખો. પૂજામાં અખંડ જ્યોત કરો અને તેમાં ઘી નાખતા રહો. જેથી તે આખી રાત ચાલતી રહે. 

કઈ દિશામાં કરશો પૂજા? 
ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા રૂમ હોવો જોઈએ. ઘરના બધા સદસ્યોને પૂજા વખતે ઉત્તરની તરફ મુખ રાખીને બેસવું જોઈએ. 

ભગવાન ગણેશની સૂંઢ
ગણેશ ભગવાનની મૂર્તિ બેઠેલી મુદ્રામાં ન હોવી જોઈએ. તેમની સૂંઢ જમણી બાજુ ન હોવી જોઈએ. વધારેમાં વધારે લાલ રંગનો ઉપયોગ કરો. 

માસાહાર-દારૂનું સેવન ન કરો 
દિવાળીના દિવસે માંસ અને દારૂ-ધુમ્રપાનથી દૂર રહેવું જોઈએ. આ દિવસે બની શકે તો સાત્વિક ભોજન ગ્રહણ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ