બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:58 PM, 11 November 2023
ADVERTISEMENT
જો તમે પૈસાની કમીથી પરેશાન છો તો કાળી ચોદસના દિવસે અમુક ઉપાય કરવાથી ગરીબી દૂર થઈ જાય છે. તમારા ઘરમાં પણ ધનવર્ષા થવા લાગશે, જીવનના દરેક આર્થિક સંકટ દૂર થશે.
ADVERTISEMENT
કાળી ચૌદસના દિવસે મલિનતાને દૂર કરવાની હોય છે માટે આ દિવસ પહેલા જ લોકો ઘરોની સારી રીતે સફાઈ કરે છે. કાળી ચૌદસના દિવસે લક્ષ્મીજી તેલમાં નિવાસ કરે છે. આ દિવસે શરીરમાં તેલ લગાવવાથી આર્થિક રૂતે સંપન્નતા આવે છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમણે આ દિવસે શરીર પર તેલ જરૂર લગાવવું જોઈએ. તેમની પાસે પૈસા આવવા લાગે છે.
આ દિવસને લઈને ઘણી માન્યતાઓ
કાળી ચૌદસને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. પહેલા માન્યતા એ છેકે આ દિવસે રામ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાનજીની આરાધના જરૂર કરવી જોઈએ. આ દિવસે જે લોકોનો આખો પરિવાર મળીને સૌ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમના પરિવારમાંથી દુખો દુર થાય છે. તેમને જીવનમાં ઘણા પ્રકારના બંધન સંકેટ અને સ્ટ્રેસમાંથી મુક્તિ મળી જાય છે.
કહેવાય છે કે દિવાળીના દિવસે જ લંકા પર વિજય મેળવી ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતા સાથે અયોદ્યા પરત ફર્યા હતા. તેમનું સ્વાગત લોકોએ દીપોત્સવ કરીને કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. માટે તેને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે.
યમને ખુશ કરી મેળવો તકલીફોમાંથી મુક્તિ
આ દિવસનું મહત્વ સૂર્ય પુત્ર યમને સાથે પણ જોડવામાં આવ્યું છે. તેનું નામ સાંભળતા જ વ્યક્તિ ડરી જાય છે તે દેવતા છે સૂર્યપુત્ર યમ. તેમને પ્રસન્ન કરવાથી વ્યક્તિની અકાળ મૃત્યુ નથી થતી. તેમના નામ પર ઘરના દક્ષિણ દિશામાં ચૌમુખી દિવો કરવામાં આવે છે. કાળી ચૌદસે સાંજે હાથીને શેરડી કે કંઈક ગળ્યું ખવડાવવાથી જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.