બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Diversions were given on the roads in the city due to Rath Yatra in Ahmedabad

RathYatra 2023 / આજે જગન્નાથની 146મી રથયાત્રા: 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન, જાણો કયા-કયા રસ્તાઓ બંધ

Dinesh

Last Updated: 06:21 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RathYatra 2023 News: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં ડાયવર્ઝન અપાયા  છે.

  • આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
  • રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા
  • લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે

આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં ડાયવર્ઝન અપાયા  છે. 

Image

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ તમામ તૈયારી થઈ ચૂકી છે. આ દરમિયાન હવે સુરક્ષાના ભાગરૂપે અમદાવાદના અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 20/06/2023 સુધી અમલમાં રહેશે. 

આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
મહત્વનું છે કે, આજે અમદાવાદમાં જગન્નાથજીની 146 મી રથયાત્રા નિકળી છે. રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. જેમાં ખાસ કરીને ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર બજાર રસ્તો, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજાનો રસ્તો, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલના રસ્તાઓ બંધ રહેશે. જેને લઈ લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.  

રથયાત્રાને લઈ ક્યાં-ક્યાં રસ્તાઓ પર ડાયવર્ઝવન? 

  • ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
  • જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ 
  • સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
  • કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
  • પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
  • દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
  • દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
  • આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 

146મી રથયાત્રાના યજમાન બન્યા છે ઘનશ્યામ પટેલ  
આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ