બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Disaster rains in this district in South Gujarat, thunderstorms in many areas

જો થઈ છે / માવઠે મૂંઝાયો જગતાત ! દક્ષિણ ગુજરાતમાં આ જિલ્લામાં આફતનો વરસાદ, અનેક વિસ્તારમાં ઝાપટા

Mehul

Last Updated: 06:47 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં આગામી ત્રણ દિવસ વરસાદના વર્તારા વચ્ચે ખેડૂતોમાં ચિંતા પેસી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ખેતરોમાં લહેરાતા ઉભા મોલને વરસાદથી થનારા નુકસાનનો સ્વાભાવિક ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.

  • દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી 
  • સુરતના કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ 
  • ખેડૂતોમાં દિલમાં પેસી ગઈ પાકને લઈને ચિંતા 

સુરતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. આગાહી સાથે જ ગરમીના પ્રમાણ વચ્ચે પણ સુરતમાં ફરી એક વખત કમોસમી વરસાદ ત્રાટક્યો. વાતાવરણમાં પલટા સાથે રેલવે સ્ટેશન,એસ.ટી બસસ્ટેન્ડ અને મહિધરપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.તો શહેરના ભટાર,કેનાલ રોડ વિસ્તારમાં હળવું ઝાપટું પડ્યું હતું.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટ્યુ છે. બારડોલી પંથકના વિસ્તારોમાં અચાનક વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બપોરના અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ થયો છે.

આગામી ત્રણ દિવસ વરસાદના વર્તારા વચ્ચે ખેડૂતોમાં ચિંતા પેસી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ખેતરોમાં લહેરાતા ઉભા મોલને વરસાદથી થનારા નુકસાનનો સ્વાભાવિક ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.  

48 કલાકમાં રાજ્યમાં ધીરેધીરે વરસાદનું જોર ઘટશેઃ અંબાલાલ

2 દિવસ અગાઉ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 48 કલાકમાં રાજ્યમાં ધીરેધીરે વરસાદનું જોર ઘટશે. ઉત્તર-મધ્ય ગુજરતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. 1 અને 2 ડિસેમ્બરે ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ વર્ષે શિયાળામાં કાતિલ ઠંડી અનુભવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ