બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Dirty act done in Mumbai hotel: Gujarati actor-director arrested

લાલચ / 17 વર્ષની સગીરની REELS જોઈને કહ્યું-તને હિરોઈન બનાવીશ, મુંબઈની હોટલમાં કરી ગંદી હરકત: ગુજરાતી એક્ટર-ડિરેક્ટરની ધરપકડ

Vishal Khamar

Last Updated: 10:16 AM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિય મીડિયા પર વીડિયોની રીલ બનાવીને પોસ્ટ કરતી ગુજરાતની સગીર યુવતીને ફિલ્મમાં કામ મળશે તેવી આશા સાથે તેનાં કાકાએ યુવતીની મુલાકાત એક યુવક સાથે કરાવી હતી. પરંતું યુવક દ્વારા સગીરાનું યૌન શોષણ તેમજ બળાત્કાર કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

  • ગુજરાતની સગીર યુવતી સાથે બળાત્કારનાં કેસમાં ધરપકડ
  • મુંબઈ પોલીસે સાજીદ ખાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યો
  • પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

મુંબઈ પોલીસે સગીર પર બળાત્કારના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. જે પોતાને ગુજરાતી ફિલ્મોનો દિગ્દર્શક ગણાવતો હતો. આરોપીનું નામ સાજીદ ખાન હોવાનું કહેવાય છે. સાજિદ પર સગીર બાળકીનું યૌન શોષણ કરવાનો આરોપ છે.  તેની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પીડિત યુવતીના કાકાએ સાજીદ ખાન સાથે મુલાકાત કરાવી હતી
પીડિતા ગુજરાતની રહેવાસી છે. તે વીડિયોની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. આ પછી પીડિત યુવતીના કાકાએ તેને 13 ડિસેમ્બરના રોજ સાજીદ ખાન સાથે મુલાકાત કરાવી. તેમને આશા હતી કે સાજિદ છોકરીને એક્ટિંગ શીખવશે અને તેને ફિલ્મોમાં કામ અપાવશે.

andhra pradesh ashram seer purnanand swamy arrest for raping minor girl

યુવકે પીડિતા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના પરિવારે સાજિદ પર વિશ્વાસ કર્યો. જેનો ફાયદો ઉઠાવીને સાજિદ પીડિતાને 24 ડિસેમ્બરે મુંબઈ લાવ્યો અને તેને મુંબઈના અંધેરીની એક હોટલમાં લઈ ગયો. 25મી ડિસેમ્બરે સવારે સાજીદે યુવતી પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે હોટલના રૂમમાંથી ધરપકડ કરી હતી
આ ઘટના બાદ યુવતી ડરી ગઈ અને રૂમમાંથી બહાર આવી અને પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને સાજીદ ખાનની હોટલના રૂમમાંથી ધરપકડ કરી હતી. આજે પોલીસ સાજીદને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરશે.

પોલીસ અનેક એંગલથી કેસની તપાસ કરી રહી છે
પોલીસ આ મામલાની અનેક એંગલથી તપાસ કરી રહી છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપી સગીર પીડિતાને પોતાની સાથે ગુજરાતથી મુંબઈ કેવી રીતે લઈ ગયો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ