બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni suddenly reached the stadium before the T20 in Ranchi, see what he did with the players

IND vs NZ T20 / VIDEO:રાંચીમાં T20 પહેલા અચાનક સ્ટેડિયમ પહોંચી ગયો ધોની, ખેલાડીઓ સાથે જૂઓ શું કર્યું

Vishal Khamar

Last Updated: 08:15 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેટ્સ સેશન દરમ્યાન રાંચી સ્ટેડિયમ પહોંચી મહેન્દ્રસિંહ ધોનીએ તમામ ખેલાડીઓ માટે એક આશ્ચર્યચકિત કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • રાંચી ખાતે રમાશે ભારત-ન્યુઝીલેન્ડ ટી20 મેચ
  • ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાંચી સ્ટેડિયમ પહોંચી સૌને ચોંકાવી દીધા
  • BCCI એ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો

 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી 20 મેચની સીરીઝ રાંચી ખાતે રમાવાની છે.  ત્યારે તે 27 જાન્યુઆરીના રોજ પહેલી મેચ રમાવાની છે.  બંને ટીમ વચ્ચે રાંચીમાં રમાવાની છે મેચ. હાલમાં બંને ટીમ રાંચી પહોંચી ચુકી છે.  ત્યાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  જેમાં સોશિયલ મીડિયા પર વીડિયોમાં પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોની દેખાઈ રહ્યા છે. પરંતું હાલ તે ભારતીય ટીમ ટી20 મેચ પહેલા નેટપ્રેક્ટીસ કરી રહી છે. તે દરમ્યાન મહેન્દ્રસિંહ ધોની સ્ટેડિયમ પહોંચ્યો હતો.

ફેન્સ સતત સોશિયલ મીડિયા પર આપી  આપી રહ્યા છે તેમની પ્રતિક્રિયા
રાંચી સ્ટેડિયમ પહોંચીને મહેન્દ્રસિંહ ધોનીએ તમામ ખેલાડીઓને આશ્ચર્યમાં મુકી દીધા. તે દરમ્યાન ધોનીએ ખેલાડીઓ સાથે વાતચીત કરી. ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પૂર્વ કેપ્ટનને જોઈને ખૂબ જ  ખુશ હતા. બીસીસીઆઈને આ વીડિયોને તેની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમજ ઘણા ફેન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સતત તેઓ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાંચીમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટી20 સીરીઝની મેચ રમાશે
આ પહેલા ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 3 ODI શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. તે જ સમયે, હવે બંને ટીમો T20 શ્રેણીમાં આમને-સામને હશે. ઓપનર કેએલ રાહુલ સિવાય ભારતીય ટીમમાં અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ નહીં હોય. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તે જ સમયે, ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી પછી, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમશે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ