બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni and Jadeja clash? After Ravindra now Rivaba's tweet is also going viral

ક્રિકેટ / શું ધોની અને જાડેજા વચ્ચે કોઈ માથાકૂટ થઈ? રવીન્દ્ર બાદ હવે રિવાબાનું ટ્વિટ પણ થઈ રહ્યું છે વાયરલ, જાણો સમગ્ર મામલો

Megha

Last Updated: 10:09 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાના ટ્વીટથી અટકળોને હવા મળી છે કે ધોની અને જાડેજા વચ્ચે બધુ બરાબર નથી. મેચ બાદ જાડેજા અને ધોની મેદાન પર વાત કરતા જોવા મળ્યા હતા

  • ધોની અને જાડેજા વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી
  • આ પછી જાડેજાએ એક ટ્વિટ કર્યું હતું 
  • હવે જાડેજાનીએ તેના ટ્વીટને રીટ્વીટ કર્યું

IPL2023માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે મોટી જીત નોંધાવીને IPL 2023 ના પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો પણ એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજા વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ પછી જાડેજાએ એક ટ્વિટ કર્યું, જેના પરથી સરળતાથી અનુમાન લગાવી શકાય કે કંઈક થયું છે. હવે જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ તેના પતિની ટ્વીટને રીટ્વીટ કર્યું છે. આનાથી CSKના ચાહકોને વધુ આશ્ચર્ય થયું છે.

જાડેજા અને ધોની મેદાન પર વાત કરતા જોવા મળ્યા હતા
CSK ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સ સામે 77 રનની જીત બાદ એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. એમએસ ધોની રવિન્દ્ર જાડેજા સાથે ઉગ્ર વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન જાડેજા બિલકુલ ખુશ દેખાતા ન હતા. કેટલાક ચાહકોને લાગ્યું કે ધોની જાડેજાને ડીસી સામે તેની નબળી બોલિંગ માટે ઠપકો આપી રહ્યો હતો, જ્યાં તેણે ચાર ઓવરમાં 50 રન આપ્યા હતા.

રવિવારનો એક વીડિયો પણ વાયરલ થયો હતો
કેટલાક ચાહકોએ જાડેજા અને ધોની વચ્ચેના અણબનાવનો પણ અંદાજ લગાવ્યો હતો. રવિવારે જ્યારે જાડેજાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી ત્યારે મામલો વધુ વણસી ગયો. તેમાં લખવામાં આવ્યું હતું કે, 'તમને તમારા કર્મોનું ફળ મળશે, વહેલા અથવા મોડા ચોક્કસ મળશે.' આ જ ટ્વીટને જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ અન્ય કેપ્શન સાથે રીટ્વીટ કર્યું છે. રીવાબાએ લખ્યું છે કે 'Follow your path'.

ધોનીના ચાહકો જાડેજાને આઉટ કરવા માટે પ્રાર્થના કરે છે
IPLની વર્તમાન સિઝન દરમિયાન જાડેજાએ ટ્વિટર પર કરેલું વધુ એક વાત ચર્ચામાં છે. મે મહિનામાં જ જાડેજાએ ટ્વિટર પર એક પોસ્ટ લાઇક કરી હતી, જેમાં "આંતરિક પીડા" અને "ટ્રોમા" વિશે વાત કરવામાં આવી હતી. જાડેજાએ પણ હસીને કહ્યું કે ધોનીના ચાહકો મેદાન પર મારા આઉટ થવા માટે પ્રાર્થના કરે, જેથી ધોની બેટિંગ માટે વહેલો ક્રિઝ પર આવી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ