બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dharmendra Singh Vaghela will resign from the post of Independent MLA of Vadodara's Vaghodia seat.
Last Updated: 05:08 PM, 24 January 2024
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી આંગણે ટકોરો મારી રહી છે. જેને લઇને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આવી સ્થિતિ વચ્ચે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. પાર્ટીમાં આસંતોષ ભોગવતા નેતાઓ, કાર્યકરો પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યાં છે. હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામુ આપવા જઈ રહ્યાં છે. તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, તેઓ આગામી સમયમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે અને વધુ બરાબર ગોઠવાઈ ગયુ હોવાથી તેઓ હવે વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટાચૂંટણી લડે તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા
આંતરિક સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ સાથે વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમીકરણ સેટ થઈ ગયા છે. જેથી તેઓએ હવે રાજીનામુ આપી દેવાનો નિર્ણય કર્યો છે અને ટુંક સમયમાં જ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. જો કે આ પહેલા પણ વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામુ આપવાના હોવાની ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું ધરી દીધુ હતું. જે બાદ હવે ઘણા મોટા મોટા માથા ભાજપમાં જોડાઈ તેવી ચર્ચા ચાલી રહી છે. જેમ જેમ ચૂંટણી હવે નજીક આવી રહી છે તેમ તેમ કાર્યકરો અને નેતાઓ પક્ષપલટો કરતા જોવા મળી રહ્યાં છે.
ADVERTISEMENT
મતદારોને રિઝવવા કાવાદાવા
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે મતદારોને રિઝવવા માટે અને કાર્યકરોને પોતાના પક્ષમાં કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પહેલા કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું ધરી દીધુ હતુ. અગાઉ વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યુ હતું. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.અને હવે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે રાજીનામુ આપવા જઈ રહ્યાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.