બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dhan shakti rajyog in capricorn mars and venus together 3 zodiac signs lucky

Astrology / ફેબ્રુઆરી મહિનામાં હસી-ખુશીમાં રહેશે આ રાશિના જાતકો, મંગળ અને શુક્ર બનાવી રહ્યા છે ધનશક્તિ યોગ

Manisha Jogi

Last Updated: 08:01 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર ગ્રહ રાશિ પરિવર્તન કરે ત્યારે અનેક પ્રકારના શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. ધન શક્તિ રાજયોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે અને નાણાંકીય લાભ થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ગ્રહ રાશિ પરિવર્તનથી શુભ અને અશુભ યોગનું નિર્માણ
  • ધન શક્તિ રાજયોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે
  • આ ત્રણ રાશિના જાતકોને થશે નાણાંકીય લાભ

શાસ્ત્રો અનુસાર ગ્રહ રાશિ પરિવર્તન કરે ત્યારે અનેક પ્રકારના શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. ફેબ્રુઆરી મહિનામાં અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરશે, જેથી શુભ રાજયોગનું નિર્માણ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં શુક્ર અને મંગળ ગ્રહ મકર રાશિમાં ગોચર કરશે. આ ગ્રહોની યુતિથિ ધન શક્તિ રાજયોગનું નિર્માણ થશે. ધન શક્તિ રાજયોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે અને નાણાંકીય લાભ થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ધન- આ રાશિના જાતકો માટે ધન શક્તિ રાજયોગ લાભદાયક સિદ્ધ થઈ શકે છે. મંગળ અને શુક્ર ગ્રહ આ રાશિમાં ધન અને વાણી ભાવમાં ધન શક્તિ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. જેથી કોઈપણ ક્ષેત્રે ધન લાભ થઈ શકે છે. જીવનસાથી તરફથી તમામ પ્રકારનો સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. તમામ કાર્યોમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. ધન શક્તિ રાજયોગનું નિર્માણ થવાથી વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. 

મેષ- મકર રાશિમાં મંગળ અને શુક્ર ગ્રહના સંયોગથી ધન શક્તિ રાજયોગનું નિર્માણ થતા મેષ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. મેષ રાશિમાં આ રાજયોગ કર્મ ભાવમાં બની રહ્યો છે, જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમાં નાણાંકીય લાભ થશે. નોકરિયાત વર્ગની આવકમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે. 

વધુ વાંચો: પ્રેમસંબંધો પાંગરશે, આવક પણ થશે બમણી તો આ રાશિના જાતકોને લેવડ-દેવડમાં રાખવી સાવધાની, જુઓ આજનું રાશિ ભવિષ્ય

વૃષભ- આ રાશિના જાતકો માટે ધન શક્તિ રાજયોગ શુભ સાબિત થશે. મંગળ અને શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં નવમ ભાવમાં ધન શક્તિ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. જેથી કરિઅરમાં પરિવર્તન આવી શકે છે. સારા સમાચાર મળી શકે છે. ઘરમાં ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ