બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Devli village of Gir Somnath witnessed the year after Holika Dahan

વરતારો / 'આવતું ચોમાસું 12 આની રહેશે', સોમનાથમાં અંગારા હોળીના કૂંભ પરથી મોટી ભવિષ્યવાણી

Ajit Jadeja

Last Updated: 08:30 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોડીનારના દેવળી ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ અંગારા પર ચાલવાની માન્યતા આજે પણ અકબંધ

ગીર સોમનાથના દેવળી ગામે હોળિકા દહનના કાર્યક્રમ બાદ અંગારા પર ચાલવાની વિશેષ પરંપરા છે. કોડીનારના દેવળી ગામમાં હોળી પ્રગટાવ્યા પહેલા એક કુંભ જેમાં કાચા ધાનધાન્ય રાખવામાં આવે છે. તેને દાટી દેવામાં આવે છે. ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ છેલ્લે અંગારા ભેગા કરવામાં આવે છે અને આ અંગારા પર ગામના વડીલો અને યુવાનો ચાલે છે. અંગારા પર ચાલવાની પ્રક્રિયા બાદ દાટેલો કુંભ બહાર કાઢવામાં આવે છે અને આવનાર સમયમાં ચોમાસુ કેવું રહેશે તેનો વરતારો જોવામાં આવે છે. આ પરંપરાનુ પાલન કરીને આજે કરેલા વરતારામાં એવુ સામે આવ્યું હતુ કે ચોમાસુ એકદમ સારૂ રહેશે અને પાક પણ સારો થશે.

ગીર સોમનાથના દેવળી ગામે પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. કોડીનારનાં દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી છે. હોળીની જાળ જે દિશા તરફ જાય તેના પરથી અને હોળીની વચ્ચે રાખેલા કાચા ધાન્યના કુંભ પરથી આગામી ચોમાસાનો વરતારો પણ કાઢવામાં આવ્યો હતો. આજે કરેલા વરતારામાં એવુ સામે આવ્યું હતુ કે ચોમાસુ એકદમ સારૂ રહેશે અને પાક પણ સારો થશે.

આ વખતે 12 આની વર્ષ રહેવાનો વરતારો

ગીર સોમનાથનાં દેવળી ગામમાં 10 હજારની વસ્તી રહે છે. ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે.અને તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે.વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે.જો કે આજ દીવસ સુધી કોઈ ને કોઈપણ પ્રકારે ઈજા પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે.પવનની દિશા અને હોળીની ઝાળ ઈશાન ખૂણાની હોય આ ઉપરાંત હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વરતારો ગામના વડીલો કાઢે છે. ધાન્ય પુરૂ પાકી જતા આ વખતે 12 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.

વધુ વાંચોઃ આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, શું ભારતમાં તેની અસર જોવા મળશે?

વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો

હોલિકા દહન બાદ એટલેકે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવાને કાઢી પાથરી દેવામાં આવે છે. અને ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે.ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે.આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે.આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે.આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 12 આની રહેશે. એટલેકે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે. ગામ લોકોનાં કહેવા પ્રમાણે સદિઓથી આ પરંપરા ચાલતી આવી છે.અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ આજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ