બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / desi and gir breed cow ghee rs 4500 kilo surat ram jat rajasthan new startup

સ્ટાર્ટઅપ કલ્ચર / વાંસળીની ધૂન પર દૂધ આપે છે આ ખાસ નસલની ગાય, 4500 રૂપિયે કિલો વેચાય છે તેનું ઘી, મહિનાની આવક ગાંડી

Manisha Jogi

Last Updated: 09:05 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત તેજીથી સ્ટાર્ટઅપ કલ્ચર તરફ આગળ વધી રહ્યું છે. રામસૂરત જાટ એક પશુપાલક છે, જેઓ તેમના એક સ્ટાર્ટઅપને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે.

  • સ્ટાર્ટઅપ કલ્ચર તરફ તેજીથી આગળ વધી રહ્યું છે
  • રામસૂરત જાટની ગૌશાળાનો માહોલ કૃષ્ણ ભક્તિવાળો છે
  • વાંસળીની ધૂન પર ગાય ખૂબ જ સારું દૂધ આપે છે

હાલના સમયમાં ભારત તેજીથી સ્ટાર્ટઅપ કલ્ચર તરફ આગળ વધી રહ્યું છે. જે માટે મોદી સરકાર લોકોને પ્રોત્સાહન આપી રહી છે. હાલના સમયમાં એક સ્ટાર્ટઅપ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. રાજસ્થાનના રામસૂરત જાટ પહેલા કોર્પોરેટ જગતના ખેલાડી હતા, પરંતુ કામમાં મન ના લાગવાને કારણે તેમણે રાજીનામું આપી દીધું અને પોતે લોકોને નોકરી આપવા લાગ્યા. 

80 વિશેષ નસ્લની ગાય
રામસૂરત જાટ એક પશુપાલક છે અને તેમની પાસે 80 વિશેષ નસ્લની ગાય છે. જેમાં કેટલીક ગાય દેશી નસ્લની છે અને કેટલીક ગાય ગીર નસ્લની છે. રામસૂરત જાટ ગાયોના પાલન પોષણનું ખાસ ધ્યાન રાખે છે. ગાયોને સાંભળવા માટે 10 ફૂટ ઊંચા લાઉડ સ્પીકર પણ લગાવ્યા છે, જેમાં ભગવાન કૃષ્ણના ભજન વાગે છે. રામસૂરત જાટ જણાવે છે કે, ગાય વાંસળીની ધૂન પર ખૂબ જ સારું દૂધ આપે છે અને આ નસ્લની ગાયનું ઘી બજારમાં 4,500 રૂપિયે કિલો વેચાય છે. 

માત્ર ઓર્ગેનિક ચારો
રામસૂરત જાટ જણાવે છે કે, ગાયોને માત્ર ઓર્ગેનિક ચારો આપવામાં આવે છે. દૂધનું ઉત્પાદન વધારવા માટે કોઈપણ પ્રકારના રાસાયણિક ચારાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આજકાલ મોટાભાગના લોકો ડાયટમાં ઓર્ગેનિક ખાતરથી તૈયાર કરેલ ફૂડ શામેલ કરે છે. રામસૂરત જાટ ગાયના ગોબરથી ખાતર બનાવે છે અને બજારમાં વેચી દે છે. જેનાથી તેમણે બમણો નફો થાય છે. 

કૃષ્ણ ભક્તિવાળો માહોલ
રામસૂરત જાટની ગૌશાળાનો માહોલ કૃષ્ણ ભક્તિવાળો છે. ગૌશાળાની દીવાલો પર ગીતાના શ્લોક લખ્યા છે. ગાયોને ખાવા માટે જુવાર, મકાઈ, બાજરા અને ગોળનું મિશ્રણ આપવામાં આવે છે. ગાયોને ગરમી સામે રક્ષણ આપવા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. રામસૂરત જાટ ભવિષ્યમાં આ વેપાર આગળ વધારવા માંગે છે, જે માટે 120થી 140 ગાય લાવવાની તૈયારી કરી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ