30મી સપ્ટેમ્બર સુધીમાં ડીમેટ ખાતામાં નોમિની નોંધણી કરાવી લેવા જણાવાયું છે, નોમિની નોંધણી માટે છેલ્લી તા 30મી સપ્ટેમ્બર હોવાથી ડીમેટ ખાતામાં નોમિનીની નોંધણી નહી કરનારનું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ પણ થઈ શકે છે.
ડીમેટ ખાતામાં નોમિની નોંધણી કરાવવી ફરજિયાત
30 સપ્ટેમ્બર સુધીની મર્યાદા પણ અપાઈ
નહિતર ડીમેટ એકાઉન્ટ થઇ શકે છે ફ્રીઝ
માર્કેટ રેગ્યુલેટર દ્વારા ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશન ભરવુ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને લઈને હવે તમામ રોકાણકારોએ પોતાના ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશન ભરવું ફરજિયાત થઇ ગયુ છે. જો કે એવા રોકાણકારો જેઓએ અગાઉથી જ પોતાના ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશન ભરી ચૂક્યા છે તેઓએ ફરીથી નોમિનેશનલ ભરવાની જરૂર નથી. પરંતુ જેઓને બાકી છે તેમના માટે 30 સપ્ટેમ્બર સુધીની મર્યાદા પણ અપાઈ છે. સેબીની ગાઇડલાઇન્સમાં જણાવ્યા પ્રમાણે જો કોઇ રોકાણકાર નોમિનેશન ભરવાનું માંડી વાળે છે તો તેમનું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે અને આવી સ્થિતિમાં એકાઉન્ટમાંથી લેનદેનની પ્રક્રિયા પણ કરી શકશે નહીં.
30 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ
સેબી તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે ડિમેટ એકાઉન્ટમાં નોમીની દાખલ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. એવામાં તમામ ડીમેટ ખાતા ધારકોને આ તારીખ સુધીમાં નોમિની દાખલ કરી દેવા ફરજિયાત છે.
આ રીતે દાખલ કરવા નોમિની ?
- આ માટે સૌથી પહેલા https://eservices.nsdl.com/instademat-kyc-nomination/#/login ની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે.
ત્યારબાદ ડીપી આઇડી, ક્લાઇન્ટ આઇડી અને પાન નંબરની સાથે ડીમેટ ખાતામાં રજિસ્ટર મોબાઇલ નંબર નાખવો.
- ત્યારબાદ 'Nominate'ની પસંદગી કરવી.
- ત્યારબાદ આધારની મદદથી ઇ-સાઇન કરવું.
નોમિની માટે આવો છે નિયમ
હાલના નિયમ પ્રમાણે કોઇપણ ડીમેટ એકાઉન્ટમાં વધુમાં વધુ ત્રણ નોમિનીના નામ એડ કરી શકાય છે. જો તમે એકથી વધુ નોમિની પોતાના એકાઉન્ટમાં જોડી રહ્યાં છો તો પછી સિક્ટોરિટીમાં તે નોમિનીને કેટલા ટકા હિસ્સો મળશે તે પણ જણાવવાનું રહેશે. તમે તમારા એકાઉન્ટમાં કોઇ પણ નોમિનીને બદલી શકો છો. આ માટે તમારી બીજી વખત નોમિનેશન ફોર્મ ભરવું પડશે અને ડીમેટ એકાઉન્ટમાં સબમીટ કરવાનું રહેશે.