બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Demand to release Jaysukh Patel from jail in connection with Morbi suspension bridge accident

મહામંથન / ન્યાયના દ્વારે કેસ ચાલે છે તો સમાજરત્નના નામે જયસુખ પટેલનો બચાવ કેમ? તપાસ રિપોર્ટ પર સવાલ ઉઠાવાથી આરોપી નિર્દોષ સાબિત થઈ જશે?

Kishor

Last Updated: 10:17 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલે પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ જયસુખ પટેલના બચાવમાં ઉતરી આવ્યા છે.

  • મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો
  • પાટીદાર સમાજના અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ જયસુખ પટેલના બચાવમાં મેદાને
  • SITના રિપોર્ટ સામે ખુલ્લેઆમ સવાલો!

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની એ કાળી રાતે મોરબી આખામાં કાળો કલ્પાંત ફેલાયો હતો. બ્રિજ દુર્ઘટનાની માનવસર્જિત આફતે 135 પરિવારોના કંધોતર, તો કોઈના જુવાનજોધ કુળદિપક, તો કોઈના ઘરના મોભી અને કોઈના ઘરની લક્ષ્મીને છીનવી લીધી હતી. જે ઊંડા ઘા માથી આ પરિજનો ક્યારેય બહાર ન આવે તેવી એ કારમી થપાટ હતી. તેવામાં હવે પરિજનો આ દુર્ઘટના ભૂલવાની કોશિશ કરી રહ્યા છે તો અમુક લોકો જયસુખ પટેલને બચાવવા મેદાને ઉતર્યા છે. સારો અંગ્રેજી શબ્દ છે નેરેટીવ. એક વખત તમે કોઈ નેરેટીવ સેટ કરો છો પછી મોટેભાગે બહુધા જનસમુદાય એ જ દિશામાં વિચારતો થઈ જાય છે, બની શકે કે આ પાછળ મનોવિજ્ઞાન પણ કામ કરતું હોય!

જાહેરમંચ ઉપર જયસુખ પટેલનો બચાવ

મોરબીમાં ઓક્ટોબર 2022માં ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 જિંદગી કાળનો કોળિયો બની ગયો હતો. એ પછીનો ઘટનાક્રમ મોટેભાગે બધા જાણે જ છે. તાજેતરમાં મોરબી પુલ દુર્ઘટના પછી જે SIT રચાઈ તેણે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો જેમાં સ્પષ્ટરૂપથી ઓરેવા કંપનીના MD જયસુખ પટેલને આ દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો. નેરેટીવનો ખેલ હવે જ શરૂ થાય છે. પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ જયસુખ પટેલના બચાવમાં ઉતરી આવ્યા છે. જે મીડિયા સમક્ષ એવું તો રટણ ચાલુ રાખ્યું કે અમે ન્યાયિક પ્રક્રિયા સામે સવાલ નથી ઉઠાવતા પરંતુ SITના રિપોર્ટ સામે ખુલ્લેઆમ સવાલ ઉઠાવીને જાહેરમંચ ઉપર તમામ અગ્રણીઓ જયસુખ પટેલનો જ બચાવ કરતા રહ્યા છે. 


પહેલો પાયાનો પ્રશ્ન એટલો જ કે જે કેસ ન્યાયના દ્વારે ચાલી રહ્યો છે તો પછી સવાલ ઉઠાવવાની કે બચાવ કરવાની જરૂર કેમ ઉભી થાય અને જયસુખ પટેલ કે જે કાયદા પ્રમાણે જેલમા બંધ છે તેના બચાવમાં ધાર્મિક સંસ્થાઓ કેમ ઉતરી આવે છે. 

  • ઝુલતા પુલ દુર્ઘટનાના જવાબદાર જયસુખ પટેલને બચાવવાનો પ્રયાસ
  • જયસુખ પટેલના સમર્થનમાં સમાજ આવતો હોય તેવું ચિત્ર
  • કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો સમાજરત્નના નામે બચાવ થઈ રહ્યો હોય તેવું ચિત્ર
  • તાજેતરમાં મોરબીમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું
  • રામકથા ઝુલતા પુલમાં મૃત્યુ પામનારાઓના આત્માની શાંતિ માટે હતી
  • પૂજ્ય મોરારિબાપુ દ્વારા પણ જયસુખ પટેલના બચાવમાં નિવેદન કરવામાં આવ્યા હતા
  • જેનું મૃત્યુ થયું હતું તેના પરિવારજને પણ જયસુખ પટેલની તરફેણમાં નિવેદન કર્યું
  • સમાજના નામે એક આરોપીનો બચાવ શા માટે થાય છે તે મહત્વનો સવાલ
  • આરોપીનો કોઈ દોષ નથી તેવું ચિત્ર કેમ ઉભું કરવામાં આવે છે?

ન્યાયના દ્વારે કેસ, બચાવ કેમ?

  • ઝુલતા પુલ દુર્ઘટનામાં SITના રિપોર્ટમાં સ્પષ્ટ વાત હતી
  • SITએ ઓરેવા ગૃપ અને જયસુખ પટેલને જવાબદાર ઠેરવ્યો હતો
  • SITના રિપોર્ટ બાદ કોંગ્રેસના નેતાઓ જયસુખ પટેલના બચાવમાં આવ્યા
  • ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ નિલેશ ધુલેશિયાએ પણ જયસુખ પટેલનો બચાવ કર્યો
  • એકલો જયસુખ પટેલ જ જવાબદાર નથી એવું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ

નિલેશ ધુલેશિયાના પત્રમાં શું લખ્યું હતું?

  • 17 ઓક્ટોબરે ઉમાધામ ગાંઠીલાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો
  • પત્રમાં જયસુખ પટેલનો બચાવ થતો હોય તેવું સ્પષ્ટ જણાતું હતું
  • એવી દલીલ હતી કે જયસુખ પટેલનો હેતુ ઝુલતા પુલમાંથી આર્થિક ઉપાર્જનનો નહતો
  • જયસુખ પટેલનો હેતુ ધરોહરની જાળવણી થાય એટલો જ હતો
  • જયસુખ પટેલના પરિવારે સમાજના ઉત્થાન માટે કરોડોનું દાન કર્યું હોવાની વાત
  • જયસુખ પટેલની સ્થિતિ ધરમ કરતા ધાડ પડી એવી થઈ હોય ત્યાં સુધીની વાત
  • પત્રમાં જયસુખ પટેલને આદરપાત્ર વ્યક્તિ ગણાવ્યા


જયસુખ પટેલના બચાવમાં કોંગ્રેસે શું કહ્યું?

  • માત્ર એક જ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે
  • મોરબીના કલેક્ટર અને નગરપાલિકા ચીફ ઓફિસર જવાબદાર કેમ નહીં?
  • ઝુલતા પુલનું અગાઉ બે વખત રિપેરિંગ થયું છે
  • જે રિપેરિંગ એજન્સી હતી તેની પાસે કેબલના કામકાજનો અનુભવ નહતો
  • ઓરેવા કંપની પાસે અનુભવ નથી એ જ વાતનો ઉલ્લેખ કેમ?
  • પુલ ઉપર એક સમયે કેટલા લોકો આવ-જા કરશે તેનો શરતોમાં ઉલ્લેખ નથી
  • બચાવ કામગીરીના કોઈ સાધન પહેલા પણ નહતા અત્યારે પણ નથી
  • ફિટનેસ સર્ટિફિકેટની અગાઉ પણ ચકાસણી થઈ નથી
  • SIT એકતરફી તપાસ કરતી હોય તેવું સ્પષ્ટ લાગે છે


SITના રિપોર્ટમાં શું હતું?

  • મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી થવા પાછળ ઓરેવા કંપની જવાબદાર
  • બ્રિજ નિર્માણમાં ઓરેવા કંપનીની બેદરકારી
  • MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ જવાબદાર
  • બ્રિજ પર જવા માટે નિર્ધારીત સંખ્યા ઉપર કોઈ પ્રતિબંધ નહીં
  • ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહતી
  • બ્રિજ ખુલ્લો મુકાતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર નહતો થયો
  • નગરપાલિકાને ઓરેવા કંપનીએ કન્સલ્ટ નહતું કર્યું
  • ટિકિટ વેચાણ ઉપર પણ કોઈ પ્રકારે પ્રતિબંધ નહીં
  • બ્રિજ ઉપર સુરક્ષાના સાધનો અને સુરક્ષાકર્મીઓનો અભાવ હતો
  • બ્રિજનું સંચાલન અને સમારકામ કરનારા તમામ લોકો જવાબદાર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ