બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Demand at gunpoint is inappropriate', HC declares forced marriage invalid 10 years ago

ટિપ્પણી / 'બંદૂકની અણીએ માંગ ભરવી અયોગ્ય', 10 વર્ષ પહેલાં જબરદસ્તીથી થયેલા લગ્નને હાઇકોર્ટે ગણ્યા અમાન્ય

Priyakant

Last Updated: 03:03 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patna High Court Latest News: હાઈકોર્ટે કહ્યું કે, હથિયારના જોરે કે બળના જોરે કોઈની માંગ ભરવી એ લગ્ન નથી ગણાતા. લગ્ન માટે બંને પક્ષોની સંમતિ જરૂરી

  • પટના હાઈકોર્ટની એરેન્જ્ડ મેરેજના એક કેસમાં મહત્વની ટિપ્પણી 
  • જબરદસ્તી લગ્નોને કાનૂની માન્યતા આપવાનો કોર્ટે કર્યો ઇનકાર 
  • હથિયારના જોરે કે બળના જોરે કોઈની માંગ ભરવી એ લગ્ન નથી ગણાતા: પટના હાઈકોર્ટ

Patna High Court News : પટના હાઈકોર્ટે એરેન્જ્ડ મેરેજના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જબરદસ્તી લગ્નોને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, હથિયારના જોરે કે બળના જોરે કોઈની માંગ ભરવી એ લગ્ન નથી ગણાતા. લગ્ન માટે બંને પક્ષોની સંમતિ જરૂરી છે. કોર્ટે આ નિર્ણય લખીસરાયના 10 વર્ષ જૂના કેસમાં આપ્યો છે. જ્યાં સૈન્યના એક જવાનનું અપહરણ કરીને બંદૂકની અણી પર બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા હતા.

શું હતો સમગ્ર કેસ ?
લખીસરાયના નવાદા જિલ્લાના રહેવાસી રવિકાંતના લગભગ 10 વર્ષ પહેલા બળજબરીથી લગ્ન થયા હતા. રવિકાંત ભારતીય સેનામાં સૈનિક છે. તે લખીસરાયના એક મંદિરમાં દર્શન કરવા ગયો હતો. ત્યારબાદ યુવતીના પરિવારે તેનું અપહરણ કર્યું અને બંદૂકની અણી પર તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. લગ્નની તમામ વિધિઓ પૂરી થવાની હતી ત્યારે રવિકાંત ત્યાંથી ભાગીને જમ્મુ-કાશ્મીર ડ્યુટી પર ગયો હતો.

આ તરફ જ્યારે તે રજા પર ફરી ઘરે આવ્યો ત્યારે તેણે નવાદાની ફેમિલી કોર્ટમાં યુવતીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે લગ્ન રદ કરવાની પણ માંગ કરી હતી. જ્યારે નીચલી અદાલતે અરજી ફગાવી દીધી ત્યારે રવિકાંતે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. હવે રવિકાંતને રાહત આપતા પટના હાઈકોર્ટે તેના બળજબરીથી લગ્ન રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. 

શું કહ્યું હાઇકોર્ટે ? 
પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને હાઈકોર્ટે કહ્યું કે, માત્ર કપાળ પર સિંદૂર લગાવવાથી લગ્ન નથી થતા. હિંદુ રિવાજો અનુસાર સપ્તપદીની વિધિ પણ પૂર્ણ થવી જોઈએ જેમાં વર-કન્યા સાત ફેરા લે છે. રવિકાંતના કેસમાં આ વિધિ કરવામાં આવી ન હતી. હાઈકોર્ટે કહ્યું કે, લગ્ન માટે બંને પક્ષોની સંમતિ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ