બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi indrapuri man booked after alleged rape with a dog video goes viral on social media

અમાનવીય / ઘોર કળિયુગ! હવસખોરે શ્વાનને પણ ન છોડ્યું, રેપ દરમિયાન પડોશીએ બનાવી લીધો વીડિયો, જાણો પછી શું થયું

Malay

Last Updated: 02:34 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાનીમાંથી માનવતાને શરમાવનારી એક ઘટના સામે આવી છે. દિલ્હીમાં કથિત રીતે રખડતી કૂતરી પર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યો છે.

  • હવે દેશમાં મૂંગા પ્રાણીઓ પણ સુરક્ષિત નથી! 
  • અઠવાડિયામાં પશુઓ પર  હેવાનિયતનો બીજો કિસ્સો
  • હવસ સંતોષવા નરાધમે મૂંગા પ્રાણીને પણ ન છોડ્યા

દેશભરમાંથી રોજબરોજ દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હવે આ નરાધમોએ મૂંગા પશુઓને પણ નથી છોડ્યા. હાલ આવી જ એક રુંવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસખોરે કૂતરી સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી છે.

પાડોશીએ ઉતાર્યો વીડિયો
દિલ્હીના ઈન્દ્રપુરી વિસ્તારમાં રહેતા એક નરાધમે કથિત રીતે એક કૂતરી પર દુષ્કર્મ કર્યો હતો. આ ઘટનાનો આખો વીડિયો ત્યાં રહેતા તેના પાડોશીએ ઉતાર્યો હતો, જે બાદ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ તે પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે નરાધમ વિરુદ્ધ IPCની કલમ 377 અને એનિમલ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

દિલ્હીમાં એક અઠવાડિયામાં આ બીજી ઘટના
દિલ્હીમાં એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે. આ સમગ્ર ઘટના 28 ફેબ્રુઆરીની મોડી રાતની જણાવવામાં આવી રહી છે. ફરિયાદીએ જણાવ્યું કે, તે 28 ફેબ્રુઆરીની મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેણે તેના પડોશના એક શખ્સને કૂતરીને વાઇપરથી ધમકાવતા જોયો. આટલું જ નહીં તે કથિત રીતે તેનું યૌન શોષણ પણ કરી રહ્યો હતો. ત્યારપછી તેણે પીએફએ (પીપલ ફોર એનિમલ્સ)ને આ અંગે જાણ કરી હતી, જેના પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. PFA મેમ્બરે જણાવ્યું કે દિલ્હીમાં એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ